બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્ટોક માર્કેટમાં બોનસનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રીમાં શેર, જાણો કઈ કઈ

બિઝનેસ / સ્ટોક માર્કેટમાં બોનસનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રીમાં શેર, જાણો કઈ કઈ

Last Updated: 07:15 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે 4 કંપનીઓ સ્ટોક માર્કેટમાં એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પણ આ કંપનીઓમાંથી એક છે.

આ અઠવાડિયે 4 કંપનીઓ સ્ટોક માર્કેટમાં એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. PSU સ્ટોક ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પણ આ કંપનીઓમાં સામેલ છે. આ કંપની ચોથી વખત રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી રહી છે. તો ચાલો જાણીએ અન્ય કંપનીઓ છે.

PROMOTIONAL 10

1 Remedium Lifecare Ltd

આ કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું છે કે, 5 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે એક શેર પર 3 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 6 જુલાઈ શનિવારને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે. જો કે, કંપની 5 જુલાઈએ જ એક્સ-બોનસ સ્ટોક તરીકે વેપાર કરશે. જણાવી દઈએ કે, શુક્રવારે બજાર બંધ થવાના સમયે BSEમાં કંપનીના શેરની કિંમત 1.08 ટકાના વધારા સાથે 60.13 રૂપિયા પર હતી.

2 Vertoz Advertising Ltd

આ કંપની દરેક શેર પર 1 શેર બોનસ તરીકે આપી રહી છે. કંપનીએ આ બોનસ ઈશ્યુની રેકોર્ડ ડેટ શુક્રવાર, 5 જુલાઈ જાહેર કરી છે. એટલે કે આ દિવસે જે રોકાણકારોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને બોનસ શેરનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે શુક્રવારે NSEમાં શેરનો ભાવ 0.09 ટકાના વધારા સાથે રૂ. 726.50 પર હતો

PROMOTIONAL 11

3 GPT Infraprojects Ltd

આ કંપની એક શેર પર એક શેર બોનસ પણ આપી રહી છે. કંપની 3 જુલાઈ, 2024ના રોજ એક્સ-બોનસ સ્ટોક તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરશે. કંપનીના શેરની વાત કરીએ તો શુક્રવારે તે 1.63 ટકાના વધારા સાથે 271.65 રૂપિયાના સ્તરે હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 190 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 6 ઈંચ, તમારા વિસ્તારમાં કેટલો, એક ક્લિકમાં જાણો

4 ઓઈલ ઈન્ડિયા લિમિટેડ

આ PSU શેરે પણ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યુ માટેની રેકોર્ડ તારીખ 2 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ સરકારી કંપની ચોથી વખત બોનસ શેર આપી રહી છે

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Remedium Lifecare Bonus Stock GPT Infraprojects
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ