બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રતન ટાટાએ બચાવી 115 કર્મચારીઓની નોકરી, કંઇ એમ જ નથી કરાતી ભારત રત્ન આપવાની માંગ!

બિઝનેસ / રતન ટાટાએ બચાવી 115 કર્મચારીઓની નોકરી, કંઇ એમ જ નથી કરાતી ભારત રત્ન આપવાની માંગ!

Last Updated: 01:24 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ratan Tata: ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ એક વખત ફરી દરિયાદિલીની મિસાલ કાયમ કરી છે. ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશિલ સાયન્સે પોતાના 115 કર્મચારીઓને ટર્મિનેટ કરી દીધા હતા. પરંતુ ટાટાની પહેલથી તેમની નોકરી બચી ગઈ છે.

દેશના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા ફરી એક વખત પોતાની દરિયાદિલીના કારણે ચર્ચામાં છે. ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સે મુંબઈ, તુલજાપુર, હૈદરાબાદ અને ગુવાહાટીમાં 115 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. તેમાં 55 ફેકલ્ટી મેંબર્સ અને 60 નોન ટીચિંગ સ્ટાફ શામેલ હતા.

ratan-tata2.jpg

28 જૂને તેમને નોટિસ મોકલવામાં આવી હતી કે 30 જૂન, 2024ના બાદ તેમનો કેન્ટ્રાક્ટ પુરો કરી દેવામાં આવશે. પરંતુ રતન ટાટાની આગેવાની વાળા ટાટા એજ્યુકેશન ટ્રસ્ટે ઈન્સ્ટીટ્યૂટને ગ્રાન્ટ વધારવાનો વિશ્વાસ આપ્યો છે. તેના બાદ સંસ્થાને કર્મચારીઓના ટર્મિનેશન પાછા લઈ લીધા છે. આ પહેલી વખત નથી જ્યારે રતન ટાટાએ કર્મચારીઓના પ્રતિ દરિયાદિલી બતાવી હોય.

કોરોનાકાળમાં છટણીનો વિરોધ

કોરોનાકાળમાં જ્યારે કંપનીઓ મોટાપાયે છટણી કરી રહી હતી તો રતન ટાટાએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાના મુશ્કેલ સમયમાં લોકોના પ્રતિ કંપનીઓની જવાબદારી બને છે. તેમણે તમારા માટે કામ કર્યું છે અને સારૂ પ્રદર્શન કરનાર કર્મચારીઓના પ્રતિ સંવેદનશીલતા જરૂરી છે.

ratan-tata-2

મહામારીના સમયમાં તમે કર્મચારીઓની સાથે આવું વર્તન ન કરી શકો. શું આજ તમારી નૈતિકતા છે? ટાટા ગ્રુપની કંપની ટીસીએસે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે કોઈ પણ કર્મચારીઓની છટણી નહીં કરે.

ભારત રત્ન આપવાની માંગ

રતન ટાટા દેશના એકમાત્ર ઉદ્યોગપતિ છે જેમને ઘણી વખત દેશનું સર્વોચ્ચ નાગરિકનું સન્માન ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. વર્ષ 2022ની શરૂઆતમાં તેમને ભારત રત્ન આપવાની માંગને લઈને ટ્વીટર પર #BharatRatnaForRatanTata હેશટેગની સાથે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

PROMOTIONAL 13

વધુ વાંચો: પહાડો પર વહેતા ઝરણાંનો અદભુત Video રેલવેએ કર્યો શેર, વીડિયો જોઇ ફરવાનો પ્લાનિંગ બનાવી દેશો

જોકે ત્યારે રતન ટાટાએ લોકોને આ કેમ્પેઈનને બંધ કરવાની માંગ કરતા કહ્યું હતું કે તે એક ભારતીય હોવા પર પોતાને ભાગ્યશાળી માને છે. રતન ટાટાને વર્ષ 2000માં પદ્મ ભુષણ અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી ફક્ત એક જ ઉદ્યોગપતિ જેઆરડી ટાટાને ભારત રત્ન આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Termination Employees Ratan Tata
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ