બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / સમુહ લગ્નમાં નવ યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

મુંબઇ / સમુહ લગ્નમાં નવ યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

Last Updated: 07:56 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 50 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા.

મુકેશ અંબાણી-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. કપલના લગ્ન પહેલા અંબાણી પરિવારે બંને માટે લગ્ન પહેલાની બે સેરેમનીનું પણ આયોજન કર્યું હતું, જેમાં બિઝનેસ જગતથી લઈને મનોરંજન જગતના સ્ટાર્સે હાજરી આપી હતી. અનંત-રાધિકાના પ્રી-વેડિંગની ઉજવણી પહેલા જામનગર અને પછી ઈટાલીમાં કરવામાં આવી હતી, જેમાં અંબાણી પરિવારની મહિલાઓ એક કરતા એક ચઢીયાતા લુકમાં જોવા મળી હતી.

ambani-family1

હવે અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવાર પોતે આમંત્રણ કાર્ડ વહેંચવામાં વ્યસ્ત છે. પૂજાપાઠ બાદ લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ શ્રેણીમાં આજે એટલે કે 2જી જુલાઈએ મુંબઈમાં અંબાણી પરિવાર દ્વારા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા.

અંબાણી પરિવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું

આ લગ્ન માટે અંબાણી પરિવારે કપલ માટે કપડાથી લઈને ઘરેણાં સુધીની વ્યવસ્થા કરી હતી. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણી-નીતા અંબાણીથી લઈને તેમના જમાઈ-પુત્રવધૂ આકાશ અંબાણી-શ્લોકા મહેતા, પુત્રી જમાઇ ઈશા અંબાણી-આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણી સુર્ખ લાલ સાડીમાં સુંદર લાગી રહયા હતા. જ્યારે શ્લોકા મહેતા અને શરારા સૂટ અને ઇશા પણ સુંદર સૂટ પહેરેલી જોવા મળી હતી. આ ભવ્ય કાર્યક્રમની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

https://www.instagram.com/reel/C862ZBMI7Ua/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

નીતા અંબાણી-મુકેશ અંબાણીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા

સમૂહ લગ્નમાં 50 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા અને 800 જેટલા મહેમાનોએ તેમાં ભાગ લીધો હતો. અંબાણી પરિવારે આ લગ્નનું આયોજન વંચિત યુગલો માટે કર્યું હતું જેથી તેઓ તેમના લગ્નની ઉજવણી કરી શકે. લગ્ન પછી નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આ નવદંપતીને આશીર્વાદ આપ્યા અને સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોને હાથ જોડીને અભિવાદન કર્યા હતા. લગ્ન બાદ અંબાણી પરિવાર દ્વારા આ કપલ્સને કેટલીક ખાસ ભેટ પણ આપવામાં આવી હતી.

Website Ad 3 1200_628

ઈશા અંબાણીના હાથમાં સોના-ચાંદીની ભેટ જોવા મળી

સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાનીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં નીતા અંબાણી-મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના હાથમાં સોના અને ચાંદીની કેટલીક ભેટ જોવા મળી રહી છે.

વધુ વાંચોઃ IPO ખુલતા પહેલા જ 95% પ્રીમિયમ પર પહોંચ્યો, પ્રાઇસ બેડ ₹ 190, 5 જુલાઈથી દાવ લગાવવાની તક

રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીના લગ્નની ઉજવણીની શરૂઆત કરતાં, અંબાણી પરિવાર દ્વારા જે યુગલોના લગ્ન કરાવાયા તેઓ મુંબઈથી લગભગ 100 કિમી દૂર આવેલા પાલઘર ક્ષેત્રમાંથી આવે છે. લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો અને યુગલોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 800 લોકોએ હાજરી આપી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

ambani family anant ambani and radhika merchant wedding Anant Ambani pre wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ