બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પકોડી ખાવાથી કેન્સરનુ જોખમ, મળ્યાં ખતરનાક રંગો, પ્રતિબંધ મૂકવાની સરકારની તૈયારી

હેલ્થ / પકોડી ખાવાથી કેન્સરનુ જોખમ, મળ્યાં ખતરનાક રંગો, પ્રતિબંધ મૂકવાની સરકારની તૈયારી

Last Updated: 10:36 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પકોડી કે ગોલગપ્પાંમાં કેન્સર કરી શકે તેવા ખતરનાક રંગો જોવા મળતાં કર્ણાટક સરકારે તેની પર પ્રતિબંધની વિચારણા કરી રહી છે.

લારીના નાસ્તાના હર કોઈ શૌખીન છે અને તેમાંય પકોડી ખાવાની લાલચ તો રોકી શકાતી નથી, જેવી લારી જોઈ નથી કે લોકો તૂટી પડ્યાં નથી પરંતુ હવે પકોડીને લઈને ખતરનાક સમાચાર સામે આવ્યાં છે. કર્ણાટકમાં સરકારને પાણી-પુરીમાં કેમિકલયુક્ત રંગો મળી આવ્યા છે જે કેન્સરનું જોખમ ઉભું કરે છે. અધિકારીઓનું કહેવું છે કે જો જરૂર પડશે તો પાણી-પુરી પર પણ પ્રતિબંધ લાદી શકાય છે.

250 નમૂનામાંથી 40માં મળ્યાં કેન્સર પેદા કરતા રંગો

કર્ણાટક આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં, રાજ્યભરની દુકાનોમાંથી લગભગ 250 પાણીપુરીના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે કુલ સેમ્પલમાંથી 40 સેમ્પલ ફૂડ સેફ્ટી માપદંડોને પૂર્ણ કરતા નથી. તેમાં બ્રિલિયન્ટ બ્લુ, ટાર્ટ્રાઝીન અને સનસેટ યલો જેવા કેન્સર પેદા કરતા રાસાયણિક રંગો હોવાનું જાણવા મળ્યું છે. આ એવા રસાયણો છે, જેના નિયમિત સેવનથી શરીરના અંગોને ઘણું નુકસાન થઈ શકે છે. કેન્સર સહિત અનેક ગંભીર બીમારીઓનો ખતરો છે.

વધુ વાંચો : તમે પાણીપુરીના શોખીન હોય તો ધ્યાન રાખજો, પાણીને ટેસ્ટી બનાવા એસિડનો ઉપયોગ, જાણૉ કેવી રીતે ખબર પડે

શું બોલ્યાં કર્ણાટકના આરોગ્ય મંત્રી

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું છે કે સ્વાસ્થ્ય વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. દિનેશ ગુંડુ રાવે લોકોના આરોગ્યની ખાતરી કરવા માટે એક પગલું આગળ વધારતા વિભાગીય અધિકારીઓને સ્ટ્રીટ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતા જાળવવા, રસોઇ બનાવતી વખતે સાવચેતી રાખવા અને કેમિકલવાળા રંગોનો ઉપયોગ ન કરવા માટેના આદેશ આપ્યા છે. કોટન કેન્ડી, ગોબી અને કબાબના ઉત્પાદનમાં કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી, રાજ્યમાં વેચવામાં આવતા ગોલગપ્પાના નમૂનાઓ એકત્રિત કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઘણા નમૂનાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. આરોગ્ય વિભાગ ટેસ્ટ રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરશે. ઉપરાંત, જનતાએ તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જોઈએ અને આપણા સ્વાસ્થ્યને અસર કરતી ખાદ્ય વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે ગોબી મંચુરિયન અને કબાબમાં કૃત્રિમ રંગો પર પ્રતિબંધ મૂક્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Golgappa cancer Golgappa cancer news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ