બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Mahamanthan / રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા નિવેદનની અસર, વિરોધમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મર્યાદા ચૂકી ગયા!

મહામંથન / રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા નિવેદનની અસર, વિરોધમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મર્યાદા ચૂકી ગયા!

Last Updated: 09:37 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચેનો વિરોધ હિંસાના સ્વરૂપ સુધી પહોંચી ગયો. સામસામા પ્લેકાર્ડ અને પથ્થર ફેંકાયા. હિંસક વિરોધમાં કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી

તીર કમાનમાંથી નિકળી જાય એ પછી પાછું વાળવું મુશ્કેલ બને છે. અત્યારે તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધના તીર જે છોડ્યા છે તે મર્યાદા ચુકી ગયા છે. મુદ્દો સંસદમાં રાહુલ ગાંધીએ હિંદુઓ અંગે આપેલા નિવેદનનો છે જેની સામે ભાજપે વિરોધનો મોરચો માંડ્યો. મુદ્દા આધારીત વિરોધ થાય ત્યાં સુધી વાંધો નથી પરંતુ અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચેનો વિરોધ હિંસાના સ્વરૂપ સુધી પહોંચી ગયો. સામસામા પ્લેકાર્ડ અને પથ્થર ફેંકાયા. હિંસક વિરોધમાં કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વિરોધ અને ઘર્ષણના દ્રશ્યો તો ટીવી ઉપર આપણે અનેકવાર જોયા હશે પરંતુ અહીં ચર્ચા એટલા માટે કરવી પડે છે કે હિંદુ સમાજને હિંસક કહેવા બદલ વિરોધ પ્રદર્શન થાય અને એ મુદ્દા આધારીત વિરોધ જ હિંસાનું સ્વરૂપ કઈ રીતે પકડી શકે? રાહુલ ગાંધીના નિવેદન સામે ખુદ પ્રધાનમંત્રી જ સંસદમાં સંસદીય મર્યાદામાં રહીને જવાબ આપી જ રહ્યા હતા તો પછી તે જ પક્ષના અને સામા પક્ષના કાર્યકરો મર્યાદા કેમ ચૂકી ગયા? રાહુલ ગાંધી પણ એવી જ વાત કરે છે કે હિંદુ ધર્મ અહિંસક છે તો પછી તેમા હિંસાને સ્થાન કઈ રીતે મળ્યું. સંસદ કે સંસદની બહાર રાજકીય પક્ષો મુદ્દા આધારીત વિરોધ કરે એનો વાંધો હોય જ ન શકે પરંતુ મુદ્દો બાજુ પર રહી જાય અને વિરોધ તથા હિંસા હાવી થઈ જાય એ કોઈ સંજોગોમાં યોગ્ય ન જ કહેવાય. અત્યારે બંને પક્ષના જવાબદારો પાસેથી એ જવાબ મેળવવાનો છે કે હિંસાના વિરોધમાં હિંસા કેમ થઈ?

નિવેદન બાદ વિરોધ

રાહુલ ગાંધીના સંસદમાં નિવેદન બાદ વિરોધ નોંધાયો છે. હિંદુ અંગેના નિવેદન બાદ ભાજપનો દેશમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનનો પ્રધાનમંત્રીએ સંસદમાં જવાબ આપ્યો છે. વિરોધ કરવામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મર્યાદા ચુક્યા તેમજ બંને પક્ષના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરોના ઉગ્ર દેખાવ કર્યો છે. બંને પક્ષે સામસામે પથ્થરમારો થયો છે. હિંદુ સમાજને હિંસક કહ્યો તેના વિરોધમાં કાર્યકરો હિંસા ઉપર ઉતરી આવ્યા!

આ પણ વાંચો: રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગાંધીનગર અને રાજકોટમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો

અમદાવાદમાં શું બન્યું?

રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓ અંગે કથિત વાંધાજનક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના વિરોધ માટે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસના કાર્યકરો પણ કાર્યાલયે આવી ગયા હતા. ભાજપના કાર્યકરોએ પ્લે કાર્ડ કોંગ્રેસના કાર્યકરો તરફ ફેંક્યા. જવાબમાં કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે. પોલીસે બળપૂર્વક કાર્યકરોને અટકાવવા પડ્યા છે. સામસામા ઘર્ષણમાં પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી છે. તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi politics BJP-Congress Workers Protest Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ