બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડામાં વીજ કરંટથી ત્રણના મોત, દુકાનનું શટર ખોલાતા મોત ત્રાટક્યું, વરસાદમાં રાખો આટલું ધ્યાન

ઘટના / ખેડામાં વીજ કરંટથી ત્રણના મોત, દુકાનનું શટર ખોલાતા મોત ત્રાટક્યું, વરસાદમાં રાખો આટલું ધ્યાન

Last Updated: 10:05 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના માતરમાં વરસાદને કારણે વીજ કરંટ લગતા માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે

ખેડા જિલ્લામાં માતરના મહેલજ ગામમાં વરસાદને કારણે વીજ કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત થયું છે. અત્રે જણાવીએ કે, દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો.

KHEDA

વીજ કરંટથી ત્રણ વ્યક્તિના મોત

વીજ કરંટ લાગ્યા બાદ ઈજાગ્રસ્તોને ખેડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચ્યો હતો. ઘટનામાં યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, માતર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વરસાદની સીઝનમાં આટલું કરો

વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.

વીજળી પડવા અંગે કઈ રીતે જાણ થઈ શકે?

જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ઘરની અંદર અથવા બહાર હોવ અને તમારા માથાના વાળ ઉભા થઈ જાય ત્વચામાં કળતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો. માટે તત્કાલ બન્ને હાથોથી પોતાના કાન બંધ કરી લો. પંજા પર બંસી જાઓ. ધુટણની ઉપર કુણી હોવી જોઈએ. આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલે ભાગ જમીન સાથે જોડાયેલો હશે તામારા બચવાના ચાન્સ તેટલા જ વધારે છે.

PROMOTIONAL 11

આ પણ વાંચો: નજીવો વરસાદ છતાં..! પ્રિ-મોનસૂન પ્લાનમાં ક્યાં રહે છે કચાશ? પાણી ન ભરાય તેના કારગર ઉપાય શું?

વીજળીથી ઘાયલ થયા બાદ શું કરવું

જો કોઈ વીજળી પડવાના કારણે ઘાયલ થયું છે કો તેને તરત સીપીઆર આપવું જોઈએ.કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેને તરત પ્રાથમિક સારવાર મળી રહે. આ વાતનું ધ્યાન રાખો કે વીજળી હંમેશા ધરતીથી ઉંચી વસ્તુઓને જ ટકરાય છે. માટે ક્યારેય આવી સીઝવમાં ઉંચી બિલ્ડિંગ, ઝાડ અથવા થાંભલાની નીચે ન ઉભા રહો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda News Electrocution Death Electrocution Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ