બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / સુરત / Mahamanthan / નજીવો વરસાદ છતાં..! પ્રિ-મોનસૂન પ્લાનમાં ક્યાં રહે છે કચાશ? પાણી ન ભરાય તેના કારગર ઉપાય શું?

મહામંથન / નજીવો વરસાદ છતાં..! પ્રિ-મોનસૂન પ્લાનમાં ક્યાં રહે છે કચાશ? પાણી ન ભરાય તેના કારગર ઉપાય શું?

Last Updated: 08:50 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. થોડા જ વરસાદમાં મહાપાલિકાની નબળી કામગીરી છતી થઈ છે. પ્રિ-મોન્સૂન પ્લાનના દાવાનો ફરી એકવાર છેદ ઉડી ગયો છે. ક્યાં સુધી રહીશોએ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. મેઘરાજા તો કુદરતના ક્રમ મુજબ તેની મહેરબાની વરસાવતા જ રહે છે પરંતુ જવાબદાર તંત્ર જ એવી બેજવાબદારીથી વર્તે છે કે વરસાદની રાહત લોકો માટે થોડા સમય પૂરતી તો આફત બની જ જાય છે. દક્ષિણ ગુજરાતમાં અને બીજી તરફ અમદાવાદમાં સારો એવો વરસાદ પડ્યો. નવા આંકડા પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ છે. જો કે વરસાદના આંકડા કરતા આપણા સૌ માટે ચિંતાની વાત છે કે થોડા જ વરસાદમાં જેના સતત દાવા કરવામાં આવે છે તેવી પ્રિ-મોન્સૂન કામગીરીનો છેદ ઉડી જાય છે. અમદાવાદમાં બપોરથી શરૂ થયેલો વરસાદ સતત મક્કમ ગતિએ વરસતો રહ્યો.

ધીમીધારના વરસાદમાં પણ શહેરોમાં અનેક જગ્યાએ જનજીવન અટકી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ એવી રીતે બેસી ગયો જાણે તે ડામરનો નહીં પણ કાગળનો હોય. સુરતમાં પણ સોસાયટીઓ સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને ખાડીના પાણી પુલ ઉપર ફરી વળતા કેટલાય ગામના સંપર્ક કપાઈ ગયા. જવાબદાર માધ્યમ તરીકે દર ચોમાસે આ દ્રશ્યો અમે બતાવીએ જ છીએ પણ સવાલ એ છે કે દર ચોમાસે મહાનગરોમાં જ્યારે વરસાદ પડે ત્યારે એ વરસાદ મુશ્કેલી લઈને જ કેમ આવે છે. પ્રિ-મોન્સૂન કામગીરી દર ચોમાસે ચોમાસા પહેલા જ પૂરી નથી થતી એવું કેમ. આ વરસાદ તો ધીમીધારે આવ્યો હતો પરંતુ 2022 કે 2023માં અમદાવાદમાં જે વરસાદ પડ્યો હતો એવી સ્થિતિ ઉભી થઈ હોત તો શહેરીજનોની કેવી સ્થિતિ હોય એની માત્ર કલ્પના જ કરવી રહી. હાલ તો આપણે એ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ કે દર ચોમાસે મહાનગરોને વરસાદ બાનમાં લે છે એવી સ્થિતિ કેમ આવીને ઉભી રહે છે.

  • અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ
  • દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં એકંદરે સારો વરસાદ
  • થોડા જ વરસાદમાં મહાપાલિકાની નબળી કામગીરી છતી થઈ

અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદી પડ્યો છે. દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં એકંદરે સારો વરસાદ પડ્યો હતો. થોડા જ વરસાદમાં મહાપાલિકાની નબળી કામગીરી છતી થઈ છે. પ્રિ-મોન્સૂન પ્લાનના દાવાનો ફરી એકવાર છેદ ઉડી ગયો છે. દર ચોમાસે મહાનગરોમાં આવતો વરસાદ મુશ્કેલી લાવે છે. 5 ઈંચ કે તેથી વધુ વરસાદમાં જનજીવન અટકી પડે એવી સ્થિતિ છે. દાયકાઓથી પાણી ભરાવાની સમસ્યા છે, નિરાકરણ આવ્યું નથી. આવી મુશ્કેલીઓમાંથી કાયમી છૂટકારો કેમ નથી મળતો?.

  • શેલાના ક્લબ o7 પાસે રોડ બેસી ગયો
  • ચાંદખેડામાં રિંગરોડ પાસેના ગરનાળામાં કાર ડૂબી
  • શહેરના 3 અંડરપાસ બંધ કરવા પડ્યા

દર ચોમાસે મુશ્કેલી કેમ?

અમદાવાદનાં શેલાના ક્લબ o7 પાસે રોડ બેસી ગયો. ચાંદખેડામાં રિંગરોડ પાસેના ગરનાળામાં કાર ડૂબી ગઈ હતી. શહેરના 3 અંડરપાસ બંધ કરવા પડ્યા. વસ્ત્રાપુર, IIM, સિંધુભવન જેવા પોશ એરિયામાં પાણી ભરાયા હતા. વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા છે. વેજલપુર જેવા વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી આવી ગયા હતા. વેજલપુરના સ્થાનિકો કહે છે કે દાયકાઓ જૂની સમસ્યા છે. દર ચોમાસે પાણી ભરાય છે પણ પરિસ્થિતિનું નિરાકરણ આવતું નથી. નજીવા વરસાદમાં શહેરના પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. પ્રિ-મોન્સૂન કામગીરીના દર વર્ષે દાવા કરવામાં આવે છે. એકધારો સતત વરસાદ પડે એટલે બધી કામગીરી સ્વાહા થઈ જાય છે.

  • દર ચોમાસે પાણી ભરાય છે પણ પરિસ્થિતિનું નિરાકરણ આવતું નથી
  • નજીવા વરસાદમાં શહેરના પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે
  • પ્રિ-મોન્સૂન કામગીરીના દર વર્ષે દાવા કરવામાં આવે છે
  • એકધારો સતત વરસાદ પડે એટલે બધી કામગીરી સ્વાહા થઈ જાય છે

દર ચોમાસે મુશ્કેલી કેમ? (સુરત)

ઉધના દરવાજા પાસેનો રોડ ધોવાઈ ગયો. કડોદરાના કોમ્પલેક્ષમાં પાણી ભરાઈ ગયા. કતારગામમાં વરસાદથી અનેક મુશ્કેલીઓ છે. વેડરોડ અને ડભોલી ગામમાં લોકો બોટ લઈને નિકળ્યા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સુરતના કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કર્યા છે. પાણી ભરાવા છતા કોન્ટ્રાક્ટર સામે પગલા ન લેવાતા હોવાનો આક્ષેપ છે. રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ ગયા. અડાજણ-પાલને જોડતો રોડ બેસી ગયો. મુંજલાવમાં વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ. પુલ પાણીમાં ગરકાવ થવાથી 8 ગામનો સંપર્ક કપાયો છે.

  • ઉધના દરવાજા પાસેનો રોડ ધોવાઈ ગયો
  • કડોદરાના કોમ્પલેક્ષમાં પાણી ભરાઈ ગયા
  • કતારગામમાં વરસાદથી અનેક મુશ્કેલીઓ

દાવાનો ઉડી ગયો છેદ?

અમદાવાદ મહાપાલિકાએ દાવો કર્યો હતો કે એકપણ સ્થળે પાણી નહીં ભરાય. અમદાવાદમાં 147 જગ્યાઓ એવી છે કે જ્યાં પાણી ભરાય છે. 60થી વધુ સ્થળોએ કોર્પોરેશને પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કર્યાનો દાવો કર્યો હતો. 30 જૂન પહેલા તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થયાનો દાવો કર્યો હતો. AMCની જોગવાઈ હતી કે સમારકામ નહીં થાય તો કોન્ટ્રાક્ટર દંડાશે. ઘણાં વિસ્તાર એવા છે કે જ્યાં ખોદકામ હજુ ચાલુ જ હતું. વરસાદ ફરી આવ્યો અને ફરી એકવાર AMCની પોલ ખુલી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોને એ જ પરેશાની થઈ જે દર વર્ષે થાય છે.

  • સુરતના કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કર્યા
  • પાણી ભરાવા છતા કોન્ટ્રાક્ટર સામે પગલા ન લેવાતા હોવાનો આક્ષેપ
  • રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ ગયા
  • અડાજણ-પાલને જોડતો રોડ બેસી ગયો

રાજ્યમાં વરસાદની સ્થિતિ

રાજ્યના 204 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ, સુરતના બારડોલીમાં 5.44 ઈંચ વરસાદ, સુરત શહેરમાં 5.20 ઈંચ વરસાદ, અમદાવાદ શહેરમાં 3 ઈંચ જેટલો વરસાદ, વલસાડ શહેરમાં 4 ઈંચ વરસાદ, નવસારી શહેરમાં 2.5 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં 1 થી સવા ઈંચ વરસાદ, ભુજમાં 2.5 ઈંચ જેટલો વરસાદ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં એકદંરે 2 થી 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad rainy weather mhamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ