બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દેશમાં પેસેન્જર વાહનોનું જૂનમાં થયું સૌથી વધારે વેચાણ, મારૂતિ કે ટાટા, જાણો કઇ કંપની રહી નફામાં

બિઝનેસ / દેશમાં પેસેન્જર વાહનોનું જૂનમાં થયું સૌથી વધારે વેચાણ, મારૂતિ કે ટાટા, જાણો કઇ કંપની રહી નફામાં

Last Updated: 12:34 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ઘણા ભાગોમાં આકરી ગરમીને કારણે વાહનોની માંગમાં મંદી જોવા મળી રહી છે, એવામાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ જૂનમાં વાર્ષિક ધોરણે ચાર ટકા વધીને 3.40 લાખ યુનિટ થયું છે.

પેસેન્જર વાહનો, ટુ વ્હીલર્સ અને કોમર્શિયલ વ્હીકલ કેટેગરીમાં વેચાણનો ડેટા પણ રડાર પર રહે છે. દેશમાં ઘણી મોટી કંપનીઓ છે જે આ વાહનો બનાવે છે. દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ જૂન 2024માં 3.67 ટકા વધીને 3,40,787 યુનિટ થયું છે.

car-mailejjj

એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કુલ 3,28,710 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. દેશના ઘણા ભાગોમાં આકરી ગરમીને કારણે વાહનોની માંગમાં મંદી જોવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન મારુતિ સુઝુકી ઈન્ડિયાનું કુલ સ્થાનિક વેચાણ ત્રણ ટકા વધીને 1,37,160 યુનિટ થયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના વાહનોનું સ્થાનિક વેચાણ 50,103 યુનિટ રહ્યું છે. જોકે, ટાટા મોટર્સના પેસેન્જર વાહનોનું વેચાણ 8 ટકા ઘટીને 43,624 યુનિટ થયું છે. 

new car.jpg

સોમવારે જાહેર કરાયેલા વેચાણના આંકડા પરથી આ માહિતી સામે આવી છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ જણાવ્યું હતું કે ગયા મહિને તેનું કુલ સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ત્રણ ટકા વધીને 1,37,160 યુનિટ થયું છે. એક વર્ષ અગાઉ આ જ મહિનામાં 1,33,027 યુનિટ્સનું વેચાણ થયું હતું.

PROMOTIONAL 9

ટાટા મોટર્સે જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ઇલેક્ટ્રિક વાહનો સહિત પેસેન્જર વાહનોનું વેચાણ જૂનમાં આઠ ટકા ઘટીને 43,624 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 47,359 યુનિટ હતું. ટાટા મોટર્સના પેસેન્જર વાહન ઉદ્યોગમાં મે અને જૂનમાં રિટેલ રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો, વેચાણમાં આ અસર સામાન્ય ચૂંટણીઓ સિવાય દેશના મોટા ભાગોમાં ભારે ગરમીને કારણે થઈ હતી.'

વધુ વાંચો: 3 વર્ષમાં પ્રથમ વાર GST કલેક્શન ગ્રોથ રેટ મંદ પડ્યો, આંકડો જાણીને ચોંકી જશો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં તેના પેસેન્જર વાહનોનું વેચાણ 23 ટકા વધીને 40,022 યુનિટ થયું હતું જે ગયા વર્ષે જૂનમાં 32,588 યુનિટ હતું. ઓડી ઈન્ડિયાએ કહ્યું કે આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમનું વેચાણ છ ટકા ઘટીને 1,431 યુનિટ થયું હતું, જે એક વર્ષ પહેલા આ ક્વાટરમાં 1,524 યુનિટ નું વેચાણ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

AUTO SALES Passenger vehicle sales Passenger Vehicle Sales june 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ