બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીએ ટીમ ઈન્ડિયા સાથે કરી વાત, રોહિતની કેપ્ટનશિપ, વિરાટની બેટિંગ અને સૂર્યકુમારના કેચ પર કહી આ વાત

ભારતની જીત / PM મોદીએ ટીમ ઈન્ડિયા સાથે કરી વાત, રોહિતની કેપ્ટનશિપ, વિરાટની બેટિંગ અને સૂર્યકુમારના કેચ પર કહી આ વાત

Last Updated: 10:54 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાને આજે ભારતીય ક્રિકેટ ટીમ સાથે ફોન પર વાત કરી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે હાર્દિક પટેલની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચના વખાણ કર્યા. સાથે જ જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવતા કહ્યું કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ કરોડો લોકોના દિલ પણ જીતી લીધા છે. આ જીત બાદ વડાપ્રધાને રવિવારે ફોન કરીને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશીપ માટે અભિનંદન આપ્યા અને તેની T20 કારકિર્દીની પ્રશંસા કરી. તેમણે ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પ્રશંસા કરી. વડાપ્રધાને હાર્દિક પંડયાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પણ પ્રશંસા કરી અને જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી. આ સિવાય વડાપ્રધાને ટીમના કોચ રાહુલ દ્રવિડનો પણ ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ યોગદાન માટે આભાર માન્યો.

PROMOTIONAL 12

એક્સ પર પણ આપ્યા અભિનંદન

અગાઉ, ટીમની જીત પછી તરત જ, વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "ચેમ્પિયન્સ! આપણી ટીમ શાનદાર અંદાજમાં ટી20 વર્લ્ડ કપ લઈ આવી છે. અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તમે મેદાન પર કપ જીત્યો છે અને દેશના દરેક ગામ અને શેરીમાં કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે."

તેમણે તે રોમાંચક મેચને ઐતિહાસિક ગણાવી જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવી. વડાપ્રધાને કહ્યું કે 140 કરોડથી વધુ ભારતીયો આપણા તમામ ક્રિકેટરોના પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે.

વધુ વાંચો: સૂર્યકુમાર યાદવનો એ કેચ જેણે ભારતને જીતાડ્યો વર્લ્ડ કપ, જુઓ અદ્દભૂત કેચનો વીડિયો

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે 17 વર્ષની રાહનો અંત આણ્યો અને શનિવારે ખૂબ જ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 PM Modi Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ