બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત બોલિવૂડના દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાની જીતનું કર્યું સેલિબ્રેશન

મનોરંજન / અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત બોલિવૂડના દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાની જીતનું કર્યું સેલિબ્રેશન

Last Updated: 08:42 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ બધા જ આ જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના અંદાજમાં જીતની ઉજવણી કરી.

આખું ભારત T20 વર્લ્ડ કપ 2024 માં ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યું છે. ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતી છે. ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને આ ટાઇટલ જીતી લીધું. ત્યારે આખા દેશમાં ખુશીની લહેર છે. બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના અંદાજમાં જીતની ઉજવણી કરી રહ્યા છે.

રવિનાએ દીકરી સાથે ડાન્સ કર્યો

રવિના ટંડને ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં દરેકમાં તે ખુશીથી ડાન્સ કરી રહી છે. રવિનાએ દીકરી સાથે ખૂબ ડાન્સ કર્યો અને દેશભક્તિના ગીતો પણ ગાયા. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું- ગ્રેટ ટીમ ઈન્ડિયા. ઘણા બધા અભિનંદન. તમે નથી જાણતા કે તમે તમારા દેશને કેટલો ખુશ કર્યો છે. શું જીત્યું છે. ભારત માતાની જય.

દિલ હંમેશ માટે જીતી લીધું

કાર્તિક આર્યને પોસ્ટ કરીને લખ્યું- ટીમ ઈન્ડિયા, જેણે સરેન્ડર કરવાથી ઈન્કાર કરી દીધો. આજે વર્લ્ડ કપ નહીં, દિલ હંમેશ માટે જીતી લીધું. ટીમ ઈન્ડિયા, ઐતિહાસિક જીત.

વિવેક ઓબેરોયે પોસ્ટ કરી અને લખ્યું- અત્યારે સંપૂર્ણ ઈમોશનલ અત્યાચાર. જ્યારે હું ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. એક જ સમયે જીત અને હાર જેવી લાગણી થઈ રહી છે. T20માં અમે તમને મિસ કરીશું સુપરહીરો.

અનિલ કપૂરે પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપ્યા. તેણે લખ્યું- આ સમયે તમામ ભારતીયો સમાન લાગણી અનુભવી રહ્યા છે. અસલી ચેમ્પિયન.

જ્યારે અમિતાભ બચ્ચને લખ્યું- આંસુ વહી રહ્યાં છે... વર્લ્ડ ચેમ્પિયન્સ. ભારત માતાની જય, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.

અભિષેક બચ્ચન, સલમાન ખાન, અનન્યા પાંડે, કાજોલ, અજય દેવગન, જેકી ભગનાની જેવા સ્ટાર્સે પણ ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

અભિષેક બચ્ચને લખ્યું- INDIAAAAAAA!!!! ચેમ્પિયન્સ.

સની દેઓલે લખ્યું- અભિનંદન ટીમ ઈન્ડિયા. તમે આજે દિલ, કપ અને ખુશીઓ જીતી લીધી.

વધુ વાંચો: ભારતની જીત બાદ દેશમાં દિવાળી, રસ્તાઓ પર લોકો નાચ્યા, કરી જોરદાર આતશબાજી, જુઓ વીડિયો

રિતેશ દેશમુખે લખ્યું - આજે મે અદભૂત મેચ જોઈ. શું જીત છે. અભિનંદન ટીમ ઇન્ડિયા. T20 વર્લ્ડ કપ વિજેતા.

અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલીની તસવીર શેર કરીને જીતની ખુશી વ્યક્ત કરી.

કાજોલે લખ્યું - હું હજુ બૂમો પાડી રહી છું અને મારા ચહેરા પરથી સ્માઈલ જતી નથી. મને ખૂબ જ ગર્વ છે. ઘણા હિરોએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું. ખરેખર ટીમ એફર્ટ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 India Win Bollywood Celebs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ