બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સ્ટંપ માઈકમાં કેદ થઈ રોહિતની વાતો, બીજા બોલે જે ધાર્યું તે કર્યું, અંગ્રેજ બોલરને ટપો ન પડ્યો

VIDEO / સ્ટંપ માઈકમાં કેદ થઈ રોહિતની વાતો, બીજા બોલે જે ધાર્યું તે કર્યું, અંગ્રેજ બોલરને ટપો ન પડ્યો

Last Updated: 08:40 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ ગુરુવારે રમાઈ, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે તોફાની ઇનિંગ રમી. આ મેચમાં હિટમેને ઇંગ્લેન્ડના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા. જણાવી દઈએ કે ગુરુવારે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવી દીધું અને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી.

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે તોફાની ઇનિંગ રમી. ગયાનામાં તેણે શાનદાર અડધી સદી ફટકારી. ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત ઇનિંગ રમનાર આ હિટમેને ઇંગ્લેન્ડના બોલરોને પણ ન છોડ્યા. રોહિત માત્ર મેદાન પર તેની બેટિંગ માટે જ નહીં પરંતુ તેની શાનદાર સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. તે પોતાના સાથીદારોને કંઈ પણ કહેતા અચકાતા નથી. પછી ભલે તે સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ જાય. જણાવી દઈએ કે ગુરુવારે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે.

લિવિંગસ્ટોનને દિવસે દેખાડ્યા તારા

ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં પણ રોહિતનો અવાજ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગયો. ઇંગ્લેન્ડનો સ્પિનર ​​લિયાન લિવિંગસ્ટોન પોતાની સ્પિનથી રોહિત અને સૂર્યકુમાર યાદવને સતત પરેશાન કરી રહ્યો હતો.. તે તેના બોલને આગળ રાખી રહ્યો હતો. આ જોઈને રોહિત ચિડાઈ ગયો હતો. તેણે 11મી ઓવરના છેલ્લા બોલ પર લોંગ ઓન તરફ શાનદાર સિક્સર ફટકારી દીધી.

PROMOTIONAL 13

હિટમેને કહીને માર્યો છગ્ગો

આ શાનદાર સિક્સર ફટકારતા પહેલા રોહિતે સૂર્યકુમારને એક મજાની વાત કહી, જે સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ. રોહિતે કહ્યું, ઉપર નાખ્યો તો હું આપીશ ને. આનો અર્થ એ થયો કે જો લિવિંગસ્ટોન બોલને આગળ ફેંકે તો તે લાંબો શોટ મારશે. રોહિતે આવું જ કર્યું. લિવિંગસ્ટોને બોલને આગળ ફેંક્યો ત્યારે રોહિતે તેને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો.

વધુ વાંચો: ભારત ફાઈનલમાં ! ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું, 29 જૂને આફ્રિકા સામે મહામુકાબલો

રોહિતે કર્યા 57 રન

ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદના કારણે ટોસ 1:30 કલાક મોડો થયો. રોહિતે 39 બોલમાં 57 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 6 ચોક્કા અને 2 છગ્ગા માર્યા. સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો અને હાર્દિક પંડ્યા 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી 9 રન અને રિષભ પંત 4 રન બનાવીને આઉટ થઈ ગયા. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs ENG Semifinals Rohit Sharma T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ