બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : પરોઢિયે કેદારનાથમાં બન્યું ખૌફનાક, શ્રદ્ધાળુઓનો વાળ વાંકો ન થયો, ભોળાનાથે બચાવ્યાં

શ્રદ્ધાની વાત / VIDEO : પરોઢિયે કેદારનાથમાં બન્યું ખૌફનાક, શ્રદ્ધાળુઓનો વાળ વાંકો ન થયો, ભોળાનાથે બચાવ્યાં

Last Updated: 06:59 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ ઉત્તરાખંડમાં કુદરતીનો અલભ્ય નજારો સામે આવ્યો છે. કેદારનાથ મંદિરની પાછળ હિમસ્ખલન થયું છે. આખો બરફનો પહાડ નીચે પડતો કેમેરામાં કેદ થયો હતો.

ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓ એક અલભ્ય નજારાના દર્શન કર્યાં હતા. કેદારનાથ ખાતેના ગાંધી સરોવર પર હિમપ્રપાત થયો હતો અને આંખના પલકારામાં બરફનો આખો પહાડ નીચે ધસી આવ્યો હતો. બાબા ભોલેનાથની કૃપાથી કોઈનો વાળ પણ વાંકો ન થયો.

આખો બરફનો પહાડ ખીણમાં તૂટી પડ્યો

ઘટના રવિવારની છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો. અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે. હિમાચ્છાદિત પર્વતમાં તિરાડ પડવાને કારણે ત્યાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. બધાની નજર ત્રાડ પહાડ પર ટકેલી હતી. આ ઘટના વિશે માહિતી આપતા રુદ્રપ્રયાગના SSP ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી.

વધુ વાંચો : PICTURES : સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી લઈને પત્ની દેવીશા સાથે સુતો, વાયરલ થઈ તસવીર

હિમપ્રપાત શું છે

ઘણી વખત વિવિધ કારણોસર પહાડો પર ઢંકાયેલો બરફ અચાનક ઝડપથી નીચેની તરફ પડવા લાગે છે. આ ઘટનાને હિમપ્રપાત કહેવામાં આવે છે. આ દરમિયાન ઝડપથી બરફ પડવાને કારણે જોરદાર અવાજ પણ આવે છે. ઘણી વખત આવી ઘટનાઓમાં ગૂંગળામણને કારણે લોકોના મોત થાય છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ સપ્તાહમાં લગભગ 6 લાખ ભક્તો અહીં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. રુદ્રપ્રયાગ કલેક્ટરે કહ્યું કે 10 મેથી અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શ કરવા આવ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath Avalanche Kedarnath Avalanche video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ