બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / PICTURES : સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી લઈને પત્ની દેવીશા સાથે સુતો, વાયરલ થઈ તસવીર

ક્રિકેટ / PICTURES : સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી લઈને પત્ની દેવીશા સાથે સુતો, વાયરલ થઈ તસવીર

Last Updated: 06:13 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાને ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી જીતાડનાર સૂર્યકુમાર યાદવ અને તેની પત્નીએ ટ્રોફી સાથે સુતેલી અવસ્થાની તસવીર શેર કરી છે.

ટીમ ઈન્ડીયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકાના ડેવિડ મીલરનો શાનદાર કેચ ઝડપ્યો હતો. ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૂર્યકુમારના શાનદાર કેચને કારણે જ બાજી પલટાઈ ગઈ હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાને 6 બોલમાં 16 રન બનાવવાના હતા અને ડેવિડ મિલર ક્રિઝ પર હતો. હાર્દિકે ઓફ સ્ટમ્પ પર લો ફુલ ટોસ ફેંક્યો હતો. મિલરે એક શોટ રમ્યો જે બાઉન્ડ્રીની બહાર ગયો. સૂર્યકુમારે બાઉન્ડ્રીની બહાર જતાં કેચ લીધો, બોલને બાઉન્સ કર્યો અને બાઉન્ડ્રીની અંદર આવ્યા બાદ કેચ પૂરો કર્યો અને મીલર આઉટ થઈ જતાં ભારતના પક્ષમાં બાજી આવી ગઈ હતી.

સૂર્યકુમાર અને પત્ની દેવીશા ટ્રોફી સાથે સુતા

સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવીશાએ ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સુતેલી અવસ્થામાં ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરતી વખતે, સૂર્યાએ કેપ્શન લખ્યું, 'રાત્રે સારી ઊંઘ આવશે. દેવીશા દરેક મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવે છે. તે T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી. મેચ દરમિયાન તેની પ્રતિક્રિયા જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાની જીત બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા મળી રહી છે. પ્રથમ તસ્વીરમાં સૂર્ય કુમાર યાદવ અને દેવીશા ટ્રોફી જોતા જોવા મળે છે, જ્યારે બીજી તસ્વીરમાં સૂર્ય અને દેવીશા સુતા છે.

સૂર્યકુમાર કોલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કરેલા છે

સૂર્યાએ તેની કોલેજ ફ્રેન્ડ દેવીશા સાથે 2016માં લગ્ન કર્યા હતા અને તેને છ વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંને પહેલીવાર 2010માં મળ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

devisha shetty Surya Kumar yadav devisha shetty world cup trophy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ