બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાને વરસાદે ઘમરોળ્યું, સ્કૂલોમાં ઘૂંટણ સમા પાણી, રસ્તાઓ ડૂબ્યા, ખેતરો બેટમાં ફેરવાયા

જામ્યો 'જેઠ' / બનાસકાંઠાને વરસાદે ઘમરોળ્યું, સ્કૂલોમાં ઘૂંટણ સમા પાણી, રસ્તાઓ ડૂબ્યા, ખેતરો બેટમાં ફેરવાયા

Last Updated: 07:36 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્ચો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, રાહ પંથકમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે

સૌરાષ્ટ્રની સાથે સાથે આ તરફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે બનાસકાંઠામાં રસ્તાઓ તબાહ થયા છે. સ્કૂલઓમાં પાણી ભરાયા છે તો ખેતરો બેટમાં ફેરવાયા છે.

bk 1

થરાદ તાલુકામાં ધોધમાર વરસાદ

બનાસકાંઠાના થરાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્ચો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, રાહ પંથકમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. રાહ, થરા, કિયાલ, ડેડૂવા, ડૂવા સહિતના ગામડાઓમાં સાબેલાધાર વરસેલા વરસાદમાં ખેતેરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ ખેતરમાં કરેલી વાવણી ફેલ જવાની ભીતિં સેવી રહ્યાં છે. ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર ઝડપથી સર્વે કરાઇને સહાય આપે.

WhatsApp Image 2024-07-02 at 7.19.59 PM

શાળાઓમાં ભરાયા ઘૂંટણ સમા પાણી

ધોધમાર વરસેલા વરસાદના પગલે થરાદના કિયાલમાં પ.ના.કે પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો તેમજ સરપંચ દ્વારા ગાડી મારફતે બોળકોને પોતપોતાના ઘર સુધી પહોંચાડવાની જહેમત ઉપાડી હતી. જો કે, આ કાર્ય બદલ વાલી મંડળએ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

bk 2PROMOTIONAL 11

લાખણીમાં બારે મેઘા ખાંગા

બનાસકાંઠાના લાખાણી વિસ્તારમાં બારે મેઘા ખાંગા થયા છે. ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાયા છે. બે કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા લાખાણીના ખેતરો જળબંબાકાર થયા છે. ખેડૂતોએ વાવેતર કર્યા બાદ અચાનક વરસાદ પડતા અચાનક ધોધમાર વરસાદથી વાવેતર કરેલા પાકને મોટું નુકસાન થવાની શક્યાતા છે. ખેડૂતોની માગ છે કે સરકાર ઝડપથી સર્વે કરાઇને સહાય આપે.

bk 333

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ કમિટીની બેઠક, જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના

પાલનપુરમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

બનાસકાંઠાના પાલનપુરમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે પાલનપુરના ગઠામણ પાટીયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયાં છે. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગઠામણ પાટીયાથી 10 જેટલા ગામડાને જોડતા રોડ ઉપર પણ પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

pl

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Banaskantha Rainfall Rainfall Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ