બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારનું નાની બચત યોજના પર મોટું અપડેટ, જાણો હવે તમને કેટલું મળશે વ્યાજ

તમારા કામનું / સરકારનું નાની બચત યોજના પર મોટું અપડેટ, જાણો હવે તમને કેટલું મળશે વ્યાજ

Last Updated: 03:06 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF તથા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી નાની બચત યોજનાને લઇ મોટું અપડેટ આવ્યું છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વોર્ટરનું વ્યાજદરને યથાવત રાખવામાં આવ્યું છે.

વિવિધ સ્મોલ સેવિંગ સ્કીમને લઇ એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકારે PPF, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના સેકન્ડ ક્વોર્ટર માટેના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેન્દ્ર સરકારે જુલાઈ 2024થી શરૂ થનાર અલગ અલગ સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજદરને યથાવત રાખ્યું છે. આ વર્ષના ફર્સ્ટ ક્વોર્ટર (1 માર્ચથી 30 જૂન) જેટલું જ વ્યાજદર રહેશે. અહીંયા જાણીશું કે કઈ યોજના માટે કેટલું વ્યાજ મળે છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

આ યોજના 60 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે છે. તેમાં 8.2 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં ઓછામાં ઓછાં 1000 અને વધુમાં વધુ 3000000 રૂપિયા રોકાણ કરી શકાય છે.તેમાં ITમાં રાહત પણ મળે છે.

saving_0_0

ટાઇમ ડિપોઝિટ

પોસ્ટ ઓફિસની આ યોજના 1, 2, 3 અને 5 વર્ષ માટે હોય છે. અલગ અલગ વર્ષની યોજના માટે અલગ અલગ વ્યાજ મળે છે. અત્યારે વધુમાં વધુ 7.5 ટકા વ્યાજ મળે છે, જે 5 વર્ષ પર મળે છે. એક વર્ષ માટે 6.9 ટકા, 2 વર્ષ માટે 7 ટકા અને 3 વર્ષ માટે 7.1 ટકા વ્યાજ મળે છે.

રેકરિંગ ડિપોઝિટ

પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ યોજનામાં 6.7 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં ગ્રાહકે મહિને પૈસા ભરવાના હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

આ યોજના દિકરીઓ માટે છે જેમાં 8.2 ટકા વ્યાજ મળે છે. દિકરીના જન્મ બાદ આ એકાઉન્ટ ખોલી શકાય છે. જેની શરૂઆત 250 રૂપિયાથી કરી શકાય. દિકરીના 18 વર્ષ થવા પર અભ્યાસ માટે 50 ટકા રકમ ઉપાડી શકાય છે. બાકીના પૈસા તેના વિવાહ માટે ઉપાડી શકાય છે.

મંથલી ઇન્કમ એકાઉન્ટ યોજના

પોસ્ટ ઓફિસની યોજનામાં ઓછામાં ઓછાં 1000 રૂપિયા રોકવામાં આવે છે. વ્યક્તિગત એકાઉન્ટમાં 9 લાખ અને જોઇન્ટ ખાતામાં 15 લાખ રોકી શકાય છે. જેમાં 7.4 ટકા વ્યાજ મળે છે.

PROMOTIONAL 12

PPF તથા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

આ યોજનાઓમાં એક વર્ષમાં ઓછામાં ઓછાં 500 રૂપિયા રોકવાના હોય છે. વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. અહીંયા કરેલું રોકાણ ટેક્સ ફ્રી હોય છે. PPFમાં 7.1 ટકા અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ મળે છે.

વધુ વાંચો: હોમ લોન ટ્રાન્સફર કરવાનું વિચારો છો? નિર્ણય લેતા પહેલા આ ચાર્જીસ પર નજર કરજો નહીંતર પસ્તાશો

કિસાન વિકાસ પત્ર

આ યોજનામાંથી અઢી વર્ષ પહેલાં પૈસા નથી ઉપાડી શકાતા. તેનો મેચ્યોરિટી પીરીયડ 10 વર્ષ છે. તેમાં 7.5 ટકા વ્યાજ મળે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Schemes Government Schemes Small Savings Schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ