બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / હવે રવિન્દ્ર જાડેજાની પણ T20 ક્રિકેટને અલવિદા, કર્યું સંન્યાસનું એલાન

ટીમ ઈન્ડીયામાં સંન્યાસની મૌસમ / હવે રવિન્દ્ર જાડેજાની પણ T20 ક્રિકેટને અલવિદા, કર્યું સંન્યાસનું એલાન

Last Updated: 07:41 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી, રોહિત શર્મા બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પણ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ટી 20 વર્લ્ડ કપ જીત બાદ ટીમ ઈન્ડીયામાં એક મોટો અસમાન્ય ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર ખેલાડીઓ હવે ટી20 ક્રિકેટને અલવિદા કરી રહ્યો છે. જીત બાદ પહેલા સ્ટાર વિરાટ કોહલીએ સ્ંન્યાસનું એલાન કરીને બધાને ચોંકાવી દીધા ત્યાર બાદ રોહિત શર્માએ પણ માઠા સમાચાર આપ્યાં છે અને હવે રવિન્દ્ર જાડેજા પણ કોહલી-રોહિતનો માર્ગે લીધો છે.

જાડેજાએ Instagram પર એલાન કર્યું

જાડેજાએ Instagram પર ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. જાડેજાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે હૃદયના પૂર્ણ ભાવ સાથે હું ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી રહ્યો છે. એક ચપળ ઘોડાની જેમ મેં હંમેશા મારા દેશને મારુ બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે અને બીજા ફોર્મેટમાં આપતો રહીશ. ટી20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પુરુ થયું છે જે મારી ટી20 ઈન્ટરનેશનલ કરિયરના શિખર સમાન છે. સ્મરણ, ચીયર્સ અને જોરદાર સપોર્ટ બદલ આભાર.

જાડેજાની ટી20 કરિયર કેવી રહી?

10 ફેબ્રુઆરી 2009ના રોજ જાડેજાએ ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ ટી20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. જાડેજાએ ટી20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી મેચ રમી હતી . આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે તેની ડેબ્યૂ અને છેલ્લી મેચ લગભગ સમાન રહી છે.

વધુ વાંચો : 'જે લખેલું છે તે થાય જ છે' ફિલોસોફર બન્યો રોહિત શર્મા, કરી દિલ જીતી લેતી વાત

3 મોટા ખેલાડીઓની નિવૃતી

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડીયાના 3 ખેલાડીઓ ટી 20 ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી ચૂક્યા છે જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ravindra Jadeja T20 Retirement Ravindra Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ