બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / EPFO કર્મચારીઓ માટે મોટી ખબર, વધી જશે હાથમાં આવનારો પગાર, જાણો લેટેસ્ટ અપડેટ

લાભની વાત / EPFO કર્મચારીઓ માટે મોટી ખબર, વધી જશે હાથમાં આવનારો પગાર, જાણો લેટેસ્ટ અપડેટ

Last Updated: 10:21 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOના એક નિર્ણયથી કર્મચારીઓના હાથમાં આવતો પગાર વધી શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓ સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ (GIS)ની કપાત તાત્કાલિક અસરથી રોકવાની જાહેરાત કરી છે. EPFOએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ (GIS) હેઠળની કપાત તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે.

કયા કર્મચારીઓને અસર

1 સપ્ટેમ્બર 2013 પછી સેવામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ પર આ નિર્ણયની અસર થશે. EPFOએ 21 જૂનના રોજ જારી કરેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે 1 સપ્ટેમ્બર 2013 પછી સેવામાં જોડાયેલા સરકારી કર્મચારીઓની ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ (GIS)ની કપાત બંધ થશે.

કપાયેલા પૈસા પાછા મળશે

ઈપીએફઓએ કપાયેલા પૈસા લઈને પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ જે પણ કર્મચારીઓના પૈસા કપાયાં છે તેમને તેમના પૈસા પાછા આપી દેવામાં આવશે. ગ્રુપ ઈન્સ્યોરન્સ હેઠળ કપાત બંધ કરવાથી વાસ્તવમાં ટેક-હોમ સેલરીમાં વધારો થશે.

વધુ વાંચો : EPFO: મોબાઇલ નંબર બદલવો છે? તો આ રીતે ઘરે બેઠાં અપડેટ કરો તમારો નવો નંબર, જાણો સ્ટેપ્સ

શું છે GIS?

ભારત સરકારે 1 જાન્યુઆરી 1982ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના 1980 ના નામ હેઠળ જૂથ વીમા યોજના (GIS) લાગુ કરી. GIS એ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળની એક સામાજિક કલ્યાણ યોજના છે, જે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા પ્રણાલી તરીકે કામદારો અને તેમના આશ્રિતોને અકસ્માતોના કિસ્સામાં સામાજિક-આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે બનાવાયેલ છે અને અમુક ટકા રકમ આ સ્કીમમાં જતાં હતાં પરંતુ હવે તેની કપાત બંધ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Benefits EPFO Account EPFO GIS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ