બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બોનસ શેરના ગૂડ ન્યૂઝથી સ્ટોકમાં 16 ટકાનો ઉછાળો, કંપનીએ 1 વર્ષમાં ઈન્વેસ્ટર્સના રૂપિયા કર્યા ડબલ

સ્ટોક માર્કેટ / બોનસ શેરના ગૂડ ન્યૂઝથી સ્ટોકમાં 16 ટકાનો ઉછાળો, કંપનીએ 1 વર્ષમાં ઈન્વેસ્ટર્સના રૂપિયા કર્યા ડબલ

Last Updated: 10:03 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 2 જુલાઈ 2024ના યોજાશે. આ બેઠકમાં બોનસ શેરની જાહેરાત થઈ શકે છે.

Bonus Share: ટ્રેડિંગ દરમિયાન શેરમાં 16.4 ટકાનો વધારો નોંધાયો હતો. સ્ટોકમાં આ વધારો બોનસ શેર જારી કરવાના સમાચારને કારણે આવ્યો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 2 જુલાઈ 2024ના યોજાશે. આ બેઠકમાં બોનસ શેરની જાહેરાત થઈ શકે છે.

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડના શેર શુક્રવારે (28 જૂન)ના 52 સપ્તાહની નવી ઊંચી 2,338.50ની સપાટીએ પહોંચ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન શેરમાં 16.54 ટકાનો વધારો નોંધાયો હતો. સ્ટોકમાં આ વધારો બોનસ શેર જારી કરવાના સમાચારને કારણે આવ્યો છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 2 જુલાઈ, 2024ના રોજ યોજાશે. આ બેઠકમાં બોનસ શેરની જાહેરાત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ એક વર્ષમાં શેરધારકોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે.

sher-market

સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 2 જુલાઈના યોજાવાની છે. આમાં અન્ય બાબતોની સાથે બોનસ શેર આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરી અને મંજૂર કરવામાં આવશે. એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ પ્રથમ વખત હશે જ્યારે કંપની બોનસ શેર આપવાનું વિચારી રહી છે.

Website Ad 3 1200_628

અગાઉ CDSLએ FY24માં શેર દીઠ રૂ. 19ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ શેર દીઠ રૂ.3નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. બોનસ શેર એ કંપની દ્વારા તેના હાલના શેરધારકોને કોઈ વધારાના ખર્ચ વિના જારી કરાયેલ વધારાના શેર છે. આ બોનસ શેર શેરધારકોને હાલમાં તેમની પાસેના શેરની સંખ્યાના આધારે જારી કરવામાં આવે છે.

વધુ વાંચોઃ ફાયદાની વાત / વગર ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકશો ટેક્સની બચત, એ કઇ રીતે? જાણો ટિપ્સ

આ કંપનીનો શેર શુક્રવારે 16.4 ટકા વધીને 2,335.50ના સ્તરે પહોંચ્યો હતો. આ સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 24,191.23 કરોડ છે. આ શેરનું પરફોર્મસ પર નજર કરીએ તો છેલ્લા 3 મહિનામાં 36 ટકા, છેલ્લા 6 મહિનામાં 27 ટકા અને છેલ્લા એક વર્ષમાં 108 ટકા વળતર આપ્યું છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

STOCK MARKET Bonus Share CDSL Bonus Share
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ