બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / ગંદો શોખ! મહિલાને ન્યૂડ કરી, બાદમાં શરીરને પ્લેટ બનાવી અમીરજાદાએ લીધું ભોજન, બેઠી તપાસ

ખરાબ હરકત / ગંદો શોખ! મહિલાને ન્યૂડ કરી, બાદમાં શરીરને પ્લેટ બનાવી અમીરજાદાએ લીધું ભોજન, બેઠી તપાસ

Priyakant

Last Updated: 11:36 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taiwan Nyotaimori Dinner Latest News : એક ખાનગી ક્લબમાં નગ્ન મોડેલનો ઉપયોગ અમીરો માટે તેના શરીર પર મૂકવામાં આવેલા ખોરાકનો આનંદ માણવા માટે પ્લેટ તરીકે કરવામાં આવ્યો

Taiwan Nyotaimori Dinner : મનુષ્યને અલગ-અલગ પ્રકારના શોખ હોય છે. જોકે તાઇવાનથી આવા જ એક ગાંડા શોખની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં એક ખાનગી ક્લબમાં એક નગ્ન મોડેલનો ઉપયોગ અમીરો માટે તેના શરીર પર મૂકવામાં આવેલા ખોરાકનો આનંદ માણવા માટે પ્લેટ તરીકે કરવામાં આવતો હતો. નોંધનિય છે કે, તાઈવાનની એક ખાનગી ક્લબમાં ન્યોટેમોરી ડિનર (Nyotaimori Dinner)નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે હવે મામલો સામે આવતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અહેવાલ છે કે, જે ગ્ન મહિલાનું શરીર ઉઠાવવામાં આવી રહ્યું હતું તેને સુશી બોટ (Sushi Boat) કહેવામાં આવી રહી હતી. ન્યોટેમોરી ડિનર (Nyotaimori Dinner) રાત્રિભોજનમાં નગ્ન સ્ત્રીના શરીર પર ખોરાક પીરસવામાં આવે છે. તે જાપાનમાં ઉદ્દભવ્યું હોવાનું માનવામાં આવે છે, જે 80 ના દાયકામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું. આના સંસ્કરણને નાનતાઈમોરી (Nantaimori) પણ કહેવામાં આવે છે જેમાં પુરુષનો ઉપયોગ પ્લેટ તરીકે થાય છે.

એક અહેવાલ મુજબ તાઈવાનના દરિયાકાંઠાના શહેર તાઈચુંગની એક ખાનગી ક્લબમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યુવતીઓ સુશી બોટ (Sushi Boat) અને સશિમી (Sashimi) પીરસવા માટે પ્લેટ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. જેમાં મહેમાનો તેમના શરીરમાંથી સીધું જ ખોરાક લેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઈવેન્ટની કેટલીક તસવીરો પણ લીક થઈ ગઈ છે જે બાદ તેની ઘણી ટીકા થઈ રહી છે.

આ સાથે સમાચાર તો એ પણ છે કે, છેક હવે સ્થાનિક અધિકારીઓએ આ ખાનગી ક્લબ સામે તપાસ શરૂ કરી છે. ખાસ વાત એ છે કે, આ ફૂડ વિવાદાસ્પદ જ નહીં પરંતુ ખૂબ મોંઘું પણ હતું. રિપોર્ટ અનુસાર વ્યક્તિ દીઠ ખોરાકની કિંમત US$3100 હતી. અહીં એકલા ફૂડની કિંમત 60 હજાર નવા તાઈવાન ડૉલર છે જેના પર ક્લબે ફી મોડલ માટે અલગથી 40 હજાર તાઈવાન ડૉલર વસૂલ્યા હતા. જેમાં 20 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા.

વધુ વાંચો : દર વર્ષે દુનિયામાં 26 લાખ લોકોના મોતનું કારણ દારૂ, ભારતનો આંકડો ચિંતાજનક, WHOનો ગભરાવી મૂકે તેવો રિપોર્ટ

શું કહ્યુ પોલીસ અધિકારીઓએ ?

ઘટના જાહેર થતાં જ સ્થાનિક સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી હતી. રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, જાહેરમાં નગ્નતા કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે. સ્થળ પર જાહેર પ્રવેશદ્વાર હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તાઈચુંગ સિટી હેલ્થ બ્યુરો પણ કહે છે કે, હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી પરંતુ જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેઓ તાત્કાલિક પગલાં લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Taiwan Nyotaimori Dinner Nantaimori Nyotaimori Dinner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ