બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: અમદાવાદના ક્લબ O7 રોડ પર સ્કાય સિટીના ગેટ સામે પડ્યો મોટો ભૂવો, આ છે નબળી કામગીરીનો બોલતો પૂરાવો

બેદરકારી / VIDEO: અમદાવાદના ક્લબ O7 રોડ પર સ્કાય સિટીના ગેટ સામે પડ્યો મોટો ભૂવો, આ છે નબળી કામગીરીનો બોલતો પૂરાવો

Last Updated: 11:44 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પડેલ વરસાદે એએમસીની નબળી કામગીરીની પોલ ખોલી દીધી છે. શેલામાં વરસાદને કારણે રોડ ધોવાઈ જવાથી રોડ બેસી જવા પામ્યો હતો.

ચોમાસું શરૂ થતા જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ભૂવો પડ્યો, ક્યાંક ગટરો ઊભરાઇ જેવી અનેક સમસ્યાઓ સામે આવતી જ રહે છે. ત્યારે તાજેતરમાં જ શહેરના નવા ડેવલપ થયેલા પ્રીમિયમ એરિયા શેલામાં આવેલ ક્લબ O7 રોડ તંત્રની બેદરકારીના કારણે ચર્ચામાં આવ્યો છે. કારણ કે ક્લબ O7 રોડ પરની સ્કાય સિટીના ગેટ સામે એટલો મોટો ભૂવો પડ્યો છે કે જેમાં આખેઆખી બે ગાડીઓ અંદર જતી રહે.

તમને જાણીને નવાઇ લાગશે કે અમદાવાદનો શેલા વિસ્તાર કે જ્યાં પ્રોપર્ટીનો ભાવ કરોડોમાં બોલાય છે,ત્યાંય પાયાની સુવિધાઓને લઈને તંત્ર બેદરકાર છે. અહીં ભૂવા પડે, એ ગ્રેડની સોસાયટીઓમાં ગટરના પાણી ઊભરાઇ આવે છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે અવારનવાર સાંભળ્યું હશે કે શહેરના પૂર્વ વિસ્તારમાં ગટરો ઊભરાઇ, રોડ બેસી ગયો પરંતુ હવે તો પોશ વિસ્તારમાં પણ આવી સ્થિતિ સર્જાવા લાગે તો પછી આને સ્માર્ટ સિટી કઇ રીતે કહેવાય?

વધું વાંચો: નજીવો વરસાદ છતાં..! પ્રિ-મોનસૂન પ્લાનમાં ક્યાં રહે છે કચાશ? પાણી ન ભરાય તેના કારગર ઉપાય શું?

જાનહાનિ થઇ તો જવાબદાર કોણ?

આખરે તંત્ર ક્યાં સુધી આવી લાલિયાવાડી ચલાવતું રહેશે. શું જનતાએ ભરેલા ટેક્સનું આ છે વળતર? AMCના અધિકારીઓ કેમ આ મામલે ચૂપ છે? સદનસીબે જો ભૂલથી કોઇ દુર્ઘટના સર્જાઇ તો જવાબદાર કોણ ગણાશે. આખરે ક્યાં સુધી સ્થાનિકોએ આ સમસ્યાનો સામનો કરવો પડશે? ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે જલ્દીમાં જલ્દી કંઇ નિવેડો લાવે છે કે નહીં.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

CLUB 07 AHMEDABAD RAIN
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ