બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / દર વર્ષે દુનિયામાં 26 લાખ લોકોના મોતનું કારણ દારૂ, ભારતનો આંકડો ચિંતાજનક, WHOનો ગભરાવી મૂકે તેવો રિપોર્ટ

ખતરો / દર વર્ષે દુનિયામાં 26 લાખ લોકોના મોતનું કારણ દારૂ, ભારતનો આંકડો ચિંતાજનક, WHOનો ગભરાવી મૂકે તેવો રિપોર્ટ

Last Updated: 10:41 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO Alcohol Report Latest News : વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકો દારૂ અને ડ્રગ્સના કારણે થતા રોગોથી પીડિત, દર 20માંથી એક મૃત્યુ માટે દારૂ જવાબદાર

WHO Alcohol Report : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન આલ્કોહોલ એન્ડ હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડરમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ રિપોર્ટ મુજબ દારૂના કારણે દર વર્ષે 26 લાખથી વધુ લોકોના મોત થાય છે. વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકો દારૂ અને ડ્રગ્સના કારણે થતા રોગોથી પીડિત છે. આ વિશ્વમાં કુલ મૃત્યુના 4.7 ટકા છે. એટલે કે દર 20માંથી એક મૃત્યુ માટે દારૂ જવાબદાર છે.

રિપોર્ટ અનુસાર જો આમાં ડ્રગ્સના કારણે થતા મૃત્યુને પણ ઉમેરવામાં આવે તો આ સંખ્યા 30 લાખથી વધુ છે. ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં એક લાખ મૃત્યુમાંથી 38.5 ટકા મૃત્યુ દારૂના કારણે થયા છે. આ સંખ્યા ચીન કરતા બમણી છે. ચીનમાં પ્રતિ 1 લાખ દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 16.1 ટકા છે.

કેન્સર અને હ્રદયરોગ

આલ્કોહોલના વધુ પડતા સેવનથી કેન્સર અને હૃદય રોગ સહિત અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. જેમાં લીવર સંબંધિત બીમારીઓથી લઈને કેન્સર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે, 2019માં આલ્કોહોલના કારણે થયેલા 26 લાખ મૃત્યુમાંથી 16 લાખ કેન્સર જેવા બિન-ચેપી રોગોના કારણે હતા, 4,01,000 અને 4,74,000 હૃદય રોગના કારણે થયા હતા. આ સિવાય 7,24,000 મૃત્યુ અકસ્માતોને કારણે થયા હતા અને ત્રણ લાખ મૃત્યુ ચેપી રોગોના કારણે થયા હતા.

યુવાનો સૌથી વધુ અસરગ્રસ્ત

20 થી 39 વર્ષની વયના યુવાનો દારૂ અને ડ્રગ્સનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે. દારૂ પીડિત 13 ટકા આ વય જૂથના લોકો હતા. આરોગ્ય સંસ્થાએ પણ પુષ્ટિ કરી છે કે, 2019 માં યુરોપ અને આફ્રિકન પ્રદેશોમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. યુરોપમાં પ્રતિ લાખ લોકો દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 52.9 અને આફ્રિકામાં 52.2 હતી. યુરોપને બાદ કરતાં આલ્કોહોલ સંબંધિત મૃત્યુદર સંવેદનશીલ દેશોમાં સૌથી વધુ છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ દર સૌથી ઓછો હતો.

ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 31.2 ટકા લોકો દારૂના વ્યસની છે. આમાંથી 3.8 ટકા એવા લોકો છે કે જેઓ ગંભીર રીતે વ્યસની છે અને દરરોજ મોટી માત્રામાં દારૂ પીવે છે જ્યારે 12.3 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક વધારે દારૂ પીવે છે. ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 41 ટકા પુરુષો દારૂ પીવે છે, જ્યારે સ્ત્રીઓમાં આ સંખ્યા 20.8 ટકા છે.

વધુ વાંચો : લોકોની દશા બેઠી! JIO બાદ આ જાણીતી કંપનીએ 10 થી 21 ટકા સુધી વધાર્યા રિચાર્જ પ્લાન

જાહેરાત પર પ્રતિબંધ જરૂરી

આ સ્વાસ્થ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નવા અહેવાલમાં આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન ઘટાડવા અને આ દવાઓના સેવનથી ઉદ્ભવતા વિકારોની સારવાર પર ભાર મૂક્યો છે. ટોચની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે, ઘણા દેશોએ આલ્કોહોલના માર્કેટિંગ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે પરંતુ તે ઘણા નબળા છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા માટે કોઈ નિયમો નથી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

WHO Alcohol Report alcohol WHO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ