બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લોકોની દશા બેઠી! JIO બાદ આ જાણીતી કંપનીએ 10 થી 21 ટકા સુધી વધાર્યા રિચાર્જ પ્લાન

રિચાર્જ મોંઘું / લોકોની દશા બેઠી! JIO બાદ આ જાણીતી કંપનીએ 10 થી 21 ટકા સુધી વધાર્યા રિચાર્જ પ્લાન

Last Updated: 09:52 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ભારતી એરટેલે પણ મોબાઇલ ટેરિફ દરો વધારવાની જાહેરાત કરી દીધી છે અને તે પછી, પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાન ખૂબ મોંઘા થવા જઈ રહ્યા છે. જાણો શું હશે નવા દરો.

સ્પેક્ટ્રમની હરાજી ખતમ થયા બાદ હવે એક પછી એક ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની જાહેરાત કરી રહી છે. ગઈકાલે જ નિષ્ણાતોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે જુલાઈથી રેટ 15 થી 20% સુધી વધી શકે છે, જેના કારણે મોબાઈલનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. ત્યારે હવે જિયો પછી, ભારતી એરટેલે પણ મોબાઇલ ટેરિફ દરમાં વધારો કરી દીધો છે અને તેમાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેના મોબાઈલ રેટમાં 10-21 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ, 2024થી અમલમાં આવશે. આનાથી પોસ્ટપેડ અને પ્રીપેડ બંને મોબાઈલ ફોનના દરો પર અસર થશે અને પ્લાન વધુ મોંઘા થઈ જશે.

PROMOTIONAL 12

ભારતી એરટેલે આપી સ્ટોક એક્સચેન્જને માહિતી

ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ માટે નાણાકીય રીતે સ્વસ્થ બિઝનેસ મોડલને સક્ષમ કરવા માટે મોબાઈલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) 300થી વધુ હોવો જોઈએ. અમારું માનવું છે કે ARPUનું આ સ્તર નેટવર્ક ટેક્નોલોજી અને સ્પેક્ટ્રમમાં જરૂરી નોંધપાત્ર રોકાણને સક્ષમ કરશે અને મૂડી પર સાધારણ વળતર આપશે. તેથી અમે ઉદ્યોગોને ટેરિફમાં સુધારો કરવાની જાહેરાતને આવકારીએ છીએ. એરટેલ 3 જુલાઈ, 2024 થી તેના મોબાઈલ ટેરિફમાં પણ સુધારો કરશે. અમે સુનિશ્ચિત કર્યું છે કે બજેટ પરના કોઈપણ બોજને દૂર કરવા માટે એન્ટ્રી-લેવલ પ્લાન્સ પર ખૂબ જ સાધારણ ભાવ વધારો (દિવસ દીઠ 70p કરતાં ઓછો) હોય.

વધુ વાંચો: મફતનો માલ મોંઘો પડ્યો ! જિઓના તમામ રિચાર્જ પ્લાન મોંઘા થયાં, કેટલું હળવું થશે ખિસ્સું?

કાલે જ રિલાયન્સ જિયોએ મોંઘો કર્યો પ્લાન

ગુરુવારે રિલાયન્સ જિયો ઈન્ફોકોમે મોબાઈલ ટેરિફ વધારીને મોંઘા કરી દીધા છે. Jioનો નવો મોંઘો ટેરિફ પ્લાન 3 જુલાઈ, 2024થી લાગુ થશે. વાસ્તવમાં, ટેલિકોમ કંપનીઓ ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહી હતી, ત્યારબાદ પહેલા Jio અને હવે ભારતી એરટેલે ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Teriff Plans Airtel Bharti Airtel Tariff Hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ