બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 4 સેકન્ડમાં જોનારાના જીવ હાથમાં આવી ગયા, સુરતમાં ધડામ દેતા વીજ પોલ થયા ધરાશાયી, જુઑ પછી શું થયું?

સુરત / 4 સેકન્ડમાં જોનારાના જીવ હાથમાં આવી ગયા, સુરતમાં ધડામ દેતા વીજ પોલ થયા ધરાશાયી, જુઑ પછી શું થયું?

Last Updated: 10:21 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં મેઘ રાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે બે લાઈટનાં થાંભલા રીક્ષા પર પડતા રીક્ષાને નુકશાન પહોંચ્યું હતું.

સુરતમાં ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે સુરતનાં ઉન વિસ્તારમાં ભારે વરસાદને કારણે લાઈટનાં બે થાંભલા પડતા 2 રિક્ષાને નુકશાન થયું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.

રસ્તાઓ સ્વિમીંગ પુલ બન્યા

સુરતમાં જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વડ્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ જાણે સ્વિમિંગપુલ બની ગયા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી.

સુરતમાં જળબંબાકારની સ્થિતિ

સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. 12 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ પડ્યો. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી.

શહેરના રસ્તા સ્વિમિંગપુલ બન્યા

સુરતના ડભોલી ચાર રસ્તાથી સિંગણપોર ચાર રસ્તા સુધી જોરદાર વરસાદ છે.. જેમાં જોઈ શકાય છે કે, શહેરના રસ્તા સ્વિમિંગપુલ બની ગયા છે. કમર સુધી પાણી ભરાઈ ગયાં છે. બાળકો તેમાં નાહવાની મજા માણી રહ્યા છે. જોકે સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. તો પાણીના નીકાલ માટે જેસીબીનો સહારો લેવો પડ્યો. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે ખોરાઈ ચૂક્યો છે. મોડી રાતથી વરસાદી માહોલના કારણે સુરતના દરેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. જ્યાં પણ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બંને તરફના રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન-વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સુરતના રસ્તા નદી બની ગયા હોય તેવો આભાસ થઈ રહ્યો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

rainy weather Surat power pole down
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ