બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વીડિયોઝ / બોલિવૂડ / Mirzapur 3નું 'ગંદી બીમારી' ટ્રેક સોંગ થયું રીલીઝ, ગુડ્ડુ પંડિતના ખૂંખાર રોલની ઝલક દેખાઈ

VIDEO/ / Mirzapur 3નું 'ગંદી બીમારી' ટ્રેક સોંગ થયું રીલીઝ, ગુડ્ડુ પંડિતના ખૂંખાર રોલની ઝલક દેખાઈ

Last Updated: 09:51 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ટ્રેક રૈપ સોંગ ગુડ્ડુમાં પંડિતની સિંહાસન પર કબજો કરવાની સફર દર્શાવે છે. ચાહકો આ નવી આવૃત્તિ વિશે ઉત્સાહિત છે

Mirzapur 3 Title Track: વેબ સિરીઝ 'મિર્ઝાપુર'નું ટાઈટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. આ રૈપ ગીત રાગા દ્વારા ગાયું છે જેમાં 'મિર્ઝાપુર 3'ની વાર્તા કહેવામાં આવી છે.ચાહકો એમેઝોન પ્રાઇમની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'મિર્ઝાપુર 3'નું ગ્લોબલ પ્રીમિયર 5 જુલાઈના કરવામાં આવશે, તે પહેલા પ્રાઇમ વિડિયો અને એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટે પ્રથમ વખત અદભૂત રેપ ટ્રેક રજૂ કર્યો છે.

'મિર્ઝાપુર 3'ના આ ટાઈટલ ટ્રેકમાં હેવી બીટ છે જેમાં રાગાએ પોતાનો અવાજ આપ્યો છે. આ રૈપ ગીત તાકાત અને પકડી રાખવાની થીમને સારી રીતે કેપ્ચર કરે છે અને એ પણ બતાવે છે કે પહેલાના સંઘર્ષો હવે કેવી રીતે વિજયમાં બદલાઈ ગયા છે.

'મિર્ઝાપુર 3'નું ટાઈટલ ટ્રેક ગીત રિલીઝ

'મિર્ઝાપુર 3'નું આ ટાઈટલ ટ્રેક પૂર્વાંચલમાં વર્ચસ્વ, શાસન અને મુશ્કેલીઓથી બહાર નીકળવાનો મજબૂત સંદેશ આપે છે. આ જોશીલા ટ્રેક જેન-ઝેડ મ્યુઝિક આર્ટિસ્ટ રવિ મિશ્રા (રાગા) દ્વારા ગાયું અને લખવામાં આવ્યું છે અને પ્રતિભાશાળી અંશુમન લેહરી (વેમ્પ) સાથે રાગા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.

Website Ad 3 1200_628

આ ટ્રેક રૈપ સોંગ ગુડ્ડુમાં પંડિતની સિંહાસન પર કબજો કરવાની સફર દર્શાવે છે. ચાહકો આ નવી આવૃત્તિ વિશે ઉત્સાહિત છે, જેણે પહેલેથી જ ઘણી ચર્ચાઓ જગાવી છે. અને શોના અદ્ભુત વારસાને આગળ લઈ ગયો છે.

વધુ વાંચોઃ અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત બોલિવૂડના દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાની જીતનું કર્યું સેલિબ્રેશન

તમને જણાવી દઈએ કે, એક્સેલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બનેલી 'મિર્ઝાપુર 3'નું નિર્દેશન ગુરમીત સિંહ અને આનંદ અય્યરે કર્યું છે. ભારતની સૌથી મોટી ક્રાઇમ થ્રિલર વેબ સીરીઝના ત્રીજા પાર્ટમાં એટલે કે મિર્જાપુર 3માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી અને હર્ષિતા શેખર ગૌર જેવા કલાકારો જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Mirzapur 3 Release Date Raga Rap Song Mirzapur 3
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ