બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : બંગાળમાં મહિલાને તાલિબાની સજા, રોડ પર લાકડીથી ફટકારાઈ, ભીડ જોતી રહી તમાશો

બંગાળમાં બબાલ / VIDEO : બંગાળમાં મહિલાને તાલિબાની સજા, રોડ પર લાકડીથી ફટકારાઈ, ભીડ જોતી રહી તમાશો

Last Updated: 09:16 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં જાહેરમાં એક મહિલાની પીટાઈની ઘટના સામે આવતાં મમતા અને ભાજપ સામસામે આવ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં રસ્તા પર એક વ્યક્તિ દ્વારા મહિલા સહિત બે લોકોને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો છે. વિપક્ષી નેતાઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર તજમૂલ નામનો વ્યક્તિ છે જે બંગાળની શાસક પાર્ટી ટીએમસી સાથે સંબંધ ધરાવે છે.

પુરુષે મહિલાને જાહેરમાં લાકડી વડે મારી

વીડિયોમાં પુરુષ મહિલાને વારંવાર લાકડીઓ વડે મારતો જોવા મળે છે. લાકડીઓનો માર પડતાં મહિલા દર્દથી તડપી રહી છે, એવું નહોતું કે ત્યાં કોઈ નહોતું આજુબાજુમાં મોટી ભીડ હતી તેમ છતાં પણ કોઈએ પણ તેને છોડાવાનો પ્રયાસ કર્યો નહોતો, ભીડ મૂકદર્શક બનીને મહિલાને માર ખાતા જોઈ રહી હતી. આરોપી શખ્સે ત્યાર બાદ મહિલાના વાળ પકડીને લાતો મારવાનું શરુ કર્યું હતું. આરોપીએ જાહેરમાં તેની પીટાઈ કેમ કરી તે વિશે જાણવા મળ્યું નથી પરંતુ આ મામલે મોટી રાજનીતિ શરુ થઈ છે.

વધુ વાંચો : ડેટિંગ એપ ટિંડર પર રુપાળી છોકરીઓ કેવી રીતે કરે છે 'શિકાર', સામે આવ્યો ખૌફનાક પ્લાન

વાયરલ થયો વીડિયો

આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજનીતિમાં પણ હડકંપ મચ્યો હતો. બીજેપી આઈટી સેલના વડા અને બંગાળ માટે પાર્ટીના સહ-પ્રભારીએ આ વીડિયો X પર પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે લખ્યું, વીડિયોમાં મહિલાને નિર્દયતાથી મારનાર વ્યક્તિનું નામ તજમ્મુલ છે અને તે ટીએમસીનો સ્થાનિક ધારાસભ્ય હમીદુર રહેમાનની નજીકો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલાઓ માટે અભિશાપ બની ગયા છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ પત્તો નથી. શું મમતા બેનર્જી આ રાક્ષસ સામે પગલાં લેશે કે તેનો બચાવ કરશે? વિપક્ષે આ અંગે મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bengal Woman thrashed Bengal Woman beating
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ