બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નોન-સ્ટીક વાસણમાં ખાવાનું રાંધીને ખાવું સ્વાથ્ય માટે સાબિત થઈ શકે છે જોખમી, સમય રહેતા થઈ જાઓ સાવધાન નહિંતર...

સ્વાસ્થ્ય / નોન-સ્ટીક વાસણમાં ખાવાનું રાંધીને ખાવું સ્વાથ્ય માટે સાબિત થઈ શકે છે જોખમી, સમય રહેતા થઈ જાઓ સાવધાન નહિંતર...

Last Updated: 03:00 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરો છો? જો હા, તો તમારે નોન-સ્ટીક વાસણોના ઉપયોગની કેટલીક આડઅસરો વિશે પણ જાણવું જોઈએ.

એમ તો ભલે નોન-સ્ટીક વાસણો તમારા કામને સરળ બનાવી નાખે છે, પરંતુ એવું જરૂરી નથી કે નોન-સ્ટીક વાસણોમાં રાંધવું તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય. નોન-સ્ટીક વાસણોમાં ખાવાનું બનાવીને ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. આથી જ આરોગ્ય નિષ્ણાતો નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ ટાળવાની ભલામણ કરે છે. આવો, ચાલો જાણીએ તેનો ઉપયોગ કરવાના કેટલાક ગેરફાયદા વિશે.

non stick vessels 2

આપે છે અનેક બીમારીઓને નોતરું

નોન-સ્ટીક વાસણોમાં જોવા મળતા PFOA ઘણા ગંભીર રોગોને નોતરું આપી શકે છે. નોન-સ્ટીક વાસણોમાં રાંધવાથી થાઈરોઈડ, કિડની અને લીવર સંબંધિત બીમારીઓ, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને ઓવેરિયન કેન્સરનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ પર થાય છે ખરાબ અસર

જણાવી દઈએ કે નોન-સ્ટીક વાસણો બનાવવા માટે વપરાતું પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ એક પ્રકારનું ઝેરી કેમિકલ છે. જો નોન-સ્ટીક વાસણોમાં ખાવાનું બનાવીને ખાશો તો આ ઝેરી કેમિકલ શરીરમાં જમા થવા લાગશે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દેશે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે, નોન-સ્ટીક વાસણોમાં રસોઈ કરવાનું બંધ કરો.

PROMOTIONAL 11

ગર્ભાવસ્થા માટે જોખમી

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે ગર્ભાવસ્થા દરમિયાન રસોઈ બનાવવા માટે નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ ગર્ભવતી હોય તો તેને નોનસ્ટીક વાસણોને બદલે સામાન્ય વાસણોમાં બનાવેલો ખોરાક ખાવો જોઈએ.

વધુ વાંચો: ઠંડુ અને ગરમ પાણી મિક્સ કરીને પીતા હોય તો સાવધાન, નુકશાન જાણીને ચોંકી જશો

આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો નોન-સ્ટીક પેનમાં તિરાડ પડી જાય તો તેમાં રાંધવાની ભૂલ ન કરવી જોઈએ. જો આવા ગેરફાયદાઓ વિશે જાણ્યા પછી પણ નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરવા માંગતા હો, તો આડઅસરોની તીવ્રતા ઘટાડવા માટે ઓછી આંચ પર ખોરાક રાંધવો જોઈએ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Side Effects Non-stick Vessel Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ