બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેન એન્ડ પેપરને બદલે ઓનલાઈન મોડમાં થઈ જશે NEET-UG ! કેન્દ્ર સરકારે કરી તૈયારી

શૈક્ષણિક / પેન એન્ડ પેપરને બદલે ઓનલાઈન મોડમાં થઈ જશે NEET-UG ! કેન્દ્ર સરકારે કરી તૈયારી

Last Updated: 06:32 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર NEET-UGને પેન એન્ડ પેપરને બદલે ઓનલાઈન મોડમાં લેવા પર સક્રિયતાથી વિચારણા કરી રહી છે. આગામી સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.

NEET UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ અનેક સવાલો ઉભા થયા છે. પેપર લીક બાદ મચેલા કોહરામને પગલે કેન્દ્ર સરકારે હવે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. આગામી વર્ષથી NEET UG પરીક્ષા ઓનલાઈન મોડમાં આયોજિત કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં નીટની પરીક્ષા પેન અને પેપર દ્વારા લેવાય છે જેમાં MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ, આગામી દિવસોમાં, IIT, JEE Main અથવા JEE Advanced જેવી કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ પણ NEET UG માટે અપનાવી શકાય છે. કેન્દ્ર સરકાર આ દિશામાં ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.

ઓનલાઈન પરીક્ષા પર ગંભીરતાથી વિચાર

2018માં તત્કાલિન શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરે NEET ઓનલાઈન અને વર્ષમાં બે વાર લેવાનું એલાન કર્યું હતું પરંતુ આરોગ્ય મંત્રાલયના વાંધાઓ બાદ શિક્ષણ મંત્રાલયે આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો પરંતુ હવે NEET UG પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

NEET પેપર લીકની મોટી તપાસ

NEET પેપર લીકને લઈને છેલ્લા અઠવાડિયામાં લગભગ ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ છે, જેમાં આ બાબતના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 22 જૂને કેન્દ્ર સરકાર વતી ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં 7 સભ્યોની પેનલની રચના કરવામાં આવી હતી.

વધુ વાંચો : PICTURES : સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી લઈને પત્ની દેવીશા સાથે સુતો, વાયરલ થઈ તસવીર

સોમવાર-મંગળવારે જાહેર થઈ શકે NEET PGની નવી તારીખો

નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન (NBE) આગામી NEET PG પરીક્ષાને ફરીથી શેડ્યૂલ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગેની નવી તારીખો સોમવાર અથવા મંગળવારે જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે NBE આગામી બે દિવસમાં NEET-PG માટે નવી તારીખની જાહેરાત કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

NEET-UG NEET-UG 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ