બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પૈસાદાર બનવા માટે નથી કોઈ શોર્ટકટ, પણ આ ગોલ્ડન રૂલને ફોલો કરશો તો નથી થાય પૈસાની તંગી

ફાયદાની વાત / પૈસાદાર બનવા માટે નથી કોઈ શોર્ટકટ, પણ આ ગોલ્ડન રૂલને ફોલો કરશો તો નથી થાય પૈસાની તંગી

Last Updated: 03:15 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનવાન બનવા માટે માત્ર ત્રણ વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે. ક-ખ-બ, એટલે કે કમાણી, ખર્ચો અને બચત. ધનિક બનવા માટે કમાણી, ખર્ચ અને બચત વચ્ચે એક યોગ્ય રેશિયો હોવો જરૂરી છે.

એક તો ધનિક બનવા માટે કોઈ શોર્ટકટ નથી. એમાં પણ ધનિક બનવા માટે કોઈ રોકેટ સાયન્સ નથી લાગતું. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલીક નાણાકીય અનુશાસન અપનાવીને ધનિક બની શકે છે. શરત એ છે કે વ્યક્તિ પાસે સારા અને બહુવિધ આવકના સ્ત્રોત હોવા જોઈએ. તેમજ સારું નાણાકીય આયોજન પણ મહત્ત્વનું છે. ત્યારે આજે જાણીએ એવી ટિપ્સ કે જે ધનિક બનવાની સફરમાં મદદ કરશે.

મોટિવેશન હોવું છે જરૂરી

કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મોટિવેશન ખૂબ જ જરૂરી છે. જો કોઈએ ધનિક બનવું હોય તો તેની પાછળ એક મજબૂત પ્રેરણા હોવી જોઈએ. તેનો અર્થ એ કે વ્યક્તિ પાસે કેટલાક લક્ષ્યો હોવા જોઈએ. આ ધ્યેયો લક્ઝરી હાઉસ, મોટો બિઝનેસ, ઉચ્ચ પગારની નોકરી અથવા અન્ય કંઈપણ હોઈ શકે છે. જો કોઈએ વેલ્થ ક્રિયેશનમાં સફળ થવું હોય તો ડીપર ઇન્ટરનલ ગોલ્સ હોવા જોઈએ. પૈસા પોતે જ એક મોટું મોટિવેશન ફેક્ટર હોય છે. કોઈ વ્યક્તિ પાસે જેટલા પૈસા હોય, એ ઓછા લાગવા છે. ધનવાન બનવાની ઈચ્છા પાછળ એક કારણ હોવું જોઈએ, જે વધુ ઊંડું હોય અને તમારા માટે યોગ્ય હોય. આ કારણ તમને મોટિવેટેડ રાખશે.

Money-management-.jpg

ક-ખ-બ (કમાણી, ખર્ચો, બચત)

કોઈ પણ વ્યક્તિએ ધનિક બનવા માટે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. ક, ખ અને બ એટલે કે કમાણી, ખર્ચ અને બચત. ધનિક બનવા માટે, આવક, ખર્ચ અને બચત વચ્ચે યોગ્ય રેશિયો હોવો જરૂરી છે. જો કમાણી કરતા વધુ ખર્ચ કરો છો, તો અમીર બની શકશો નહીં. શો-ઓફ અને વૈભવી જીવનશૈલીના અનુસંધાનમાં કોઈએ કમાણીનો મોટો ભાગ ખર્ચ ન કરવો જોઈએ. જો સંપત્તિ બનાવવા માંગો છો, તો કમાણી કરતા ખર્ચ ઓછો કરો અને બાકીના પૈસાનું રોકાણ કરો. જેટલી નાની ઉંમરે બચત અને રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલું મોટું ફંડ બનાવી શકશો.

PROMOTIONAL 6

ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ ઉઠાવો

વેલ્થ ક્રિયેશનમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ રોકાણને 1 થી 100 સુધી લઈ જવાની શક્તિ ધરાવે છે. ઉદાહરણ તરીકે, એવી જગ્યાએ 1 લાખ રૂપિયાનું રોકાણ કરો જ્યાં વાર્ષિક 26 ટકાના દરે વળતર મળે છે. એવામાં 10 વર્ષ પછી 1 લાખ રૂપિયાની રકમ 10 લાખ રૂપિયા થઈ જશે. જો આ 10 લાખ રૂપિયા આગામી 10 વર્ષ માટે રાખશો તો 1 કરોડ રૂપિયાનું ફંડ બનશે. જો આ એક કરોડને વધુ 10 વર્ષ રાખશો તો તે 10 કરોડ રૂપિયા થઈ જશે. આગામી 10 વર્ષ માટે 10 કરોડ રૂપિયા રાખવામાં આવે તો પણ તે 1 અબજ રૂપિયા થઈ જશે.

વધુ વાંચો: બેંકમાં કામે જતા પહેલા રજાનું લિસ્ટ ચેક કેરી લેજો, જુલાઈમાં 12 દિવસ બેંક રહેશે બંધ

યોગ્ય જગ્યાએ પૈસાનું રોકાણ કરો

બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. પૈસાનું રોકાણ ક્યાં કરવું જોઈએ અને ક્યાં નહીં તે સમજવું જરૂરી છે. હાલમાં, માત્ર એક ક્લિકથી FD, મ્યુચ્યુઅલ ફંડ, શેર માર્કેટ અને અન્ય રોકાણ સાધનોમાં નાણાંનું રોકાણ કરી શકાય છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમને એવું લાગવા લાગે છે કે પૈસા કમાવવા ખૂબ જ સરળ છે. જ્યાં સુધી કોઈપણ રોકાણ સાધનની સંપૂર્ણ સમજ ન હોય, ત્યાં સુધી તેમાં નાણાંનું રોકાણ ન કરવું જોઈએ. આ સમયે ઘણા નવા રોકાણ સાધનો પણ ઉપલબ્ધ છે જેમ કે ક્રિપ્ટોકરન્સી, BNPL, NFT, Meme Coin, SPAC અને Green Technology. આ વધુ જોખમી છે. અહીં તમે બરબાદ પણ થઈ શકો છો. તમે વેલ્થ ક્રિયેશનની ધીમી અને વ્યવસ્થિત પદ્ધતિને અનુસરીને પણ સારા પૈસા કમાઈ શકો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Golden rules to become rich Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ