બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / BCCIએ ખોલ્યો ખજાનો, ટીમ ઈન્ડીયાને આટલા કરોડનું ઈનામ, ટ્રોફી ઈનામ કરતાં પાંચ ગણું

ટી 20 વર્લ્ડ કપ / BCCIએ ખોલ્યો ખજાનો, ટીમ ઈન્ડીયાને આટલા કરોડનું ઈનામ, ટ્રોફી ઈનામ કરતાં પાંચ ગણું

Last Updated: 08:23 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયા માટે BCCIએ ખજાનો ખોલી દીધો છે અને તેને માટે કરોડો રુપિયાના ઈનામનું એલાન કર્યું છે.

T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયા પર પૈસાનો વરસાદ થયો છે. હવે BCCIએ ટીમ ઈન્ડીયા માટે ખજાનો ખોલ્યો છે અને કરોડોનું ઈનામ જાહેર કર્યું છે. BCCI સચિવ જય શાહે વિજેતા ટીમ ઈન્ડીયાને 125 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે સાથે જય શાહ ટીમને અભિનંદન પણ પાઠવ્યાં હતા.

જય શાહે પોતાની પોસ્ટમાં શું લખ્યું?

જય શાહે પોસ્ટમાં લખ્યું, 'ટી-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલી પ્રદર્શિત કરી છે. આ અદ્ભુત સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.

વધુ વાંચો : હવે રવિન્દ્ર જાડેજાની પણ T20 ક્રિકેટને અલવિદા, કર્યું સંન્યાસનું એલાન

વર્લ્ડ કપ જીત બદલ મળ્યાં 20 કરોડ

ટીમ ઈન્ડીયાને ટી 20 વર્લ્ડ કપ જીતવા બદલ 20 કરોડનું ઈનામ મળ્યું છે પરંતુ અહીં તો બીસીસીઆઈએ તેને 125 કરોડ રુપિયાનું ઈનામ આપ્યું હતું.

ભારતીય ટીમે ચોથો ICC વર્લ્ડ કપ જીત્યો

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (T20 માં) જીત્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 ICC T20 World Cup 2024 Jay shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ