બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે! ચોમાસામાં ફરવા લાયક 5 બેસ્ટ જગ્યાઓ, જિંદગીભર યાદ રહેશે નજારા

photo-story

5 ફોટો ગેલેરી

પ્રવાસ / દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે! ચોમાસામાં ફરવા લાયક 5 બેસ્ટ જગ્યાઓ, જિંદગીભર યાદ રહેશે નજારા

Last Updated: 10:41 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Natural Places to Visit in Monsoon: આકાશમાંથી વરસતા વરસાદથી તમે પણ ખુશખુશાલ થઇ જાઓ છો. અને તમને ક્યાંક પ્રકૃતિની ગોદમાં ફરવા જવાનું મન થાય છે. તમે જાણો છો કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં વરસાદમાં મુસાફરી કરવાની મજા પણ વધુ હોય છે. વિચારો ચારે બાજુ લીલાછમ પહાડો, મોટા મોટા ધોધ અને વરસાદની મજા. આ સફરને વધુ મનોરંજક બનાવે છે. (Photo:envato)

1/5

photoStories-logo

1. મુન્નાર, કેરળ

મુન્નારમાં વરસાદી માહોલમાં દરેક જગ્યાએ ચાના બગીચા લીલાછમ દેખાય છે. આ માહોલમાં વધુ સુંદર બની જાય છે. તમે આ બગીચાઓમાં ફરવાની મજા માણી શકો છો. ચારે બાજુ ચાના છોડ અને પહાડો દેખાશે. અહીં તાજી ચા પીવાનો આનંદ જ કંઈક અનેરો છે. વરસાદના ટીપાં સાથે ગરમ ચાની ચૂસકી લેવાનું ખૂબ જ સારું લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કોડાઈકેનાલ, તમિલનાડુ

કોડાઈકેનાલ એક સુંદર પહાડી સ્થળ છે. વરસાદની મોસમમાં અહીંનો નજારો હૃદયને સ્પર્શી જાય છે. વહેતી વખતે ધોધ પોતાની ધૂન ગાય છે. તળાવો વરસાદથી ભરાય ચમકી ઉઠે છે. તમે અહીં ઘોડા પર સવારી કરી શકો છો. લીલીછમ ખીણોમાં ઘોડા પર સવારી કરવી રોમાંચક રહેશે. આ અનુભવ યાદગાર બની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. માઉન્ટ આબુ, રાજસ્થાન

માઉન્ટ આબુ રાજસ્થાનું હિલ સ્ટેશન છે. ઉનાળામાં પણ અહીં ઠંડી રહે છે. પરંતુ વરસાદની મોસમમાં આ જગ્યા સ્વર્ગ બની જાય છે. ચારે બાજુ હરિયાળી,ઠંડા પવનો સાથે વરસાદી નજારો મનને ખુશ કરે છે. અહીંનું નક્કી તળાવ ખૂબ પ્રખ્યાત છે. વરસાદમાં આ તળાવ વધુ સુંદર લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચેરાપુંજી, મેઘાલય

મેઘાલયમાં આવેલું ચેરાપુંજી વિશ્વના સૌથી વરસાદી સ્થળોમાંનું એક છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સુંદર છે. મુશળધાર વરસાદ દરમિયાન ગાઢ જંગલો લીલાછમ બની જાય છે અને ધોધ જીવંત બને છે. પાણી ચટ્ટાનોથી ટકરાતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લોનાવાલા, મહારાષ્ટ્ર

લોનાવાલા મુંબઈની નજીક એક સુંદર પહાડી સ્થળ છે. વરસાદની મોસમમાં તે વધુ સુંદર બની જાય છે. અહીંના ઝરણાં જીવંત બને છે અને તળાવો ભરાઈ જાય છે. લીલાછમ વૃક્ષો અને ઘાસથી આચ્છાદિત પર્વતોનો અદભૂત નજારો જોવા મળે છે. ધુમ્મસથી ઘેરાયેલી ખીણોનો રોમાંચક નજારો પણ જોવા જેવો હોય છે. આ જગ્યા ફરવા માટે ઘણી સારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Journey Natural Places Travels

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ