બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / પોતાની દફનવિધિ ચાલતી હોય અને જીવતો જાગતો સામે આવે તો? બન્યું આવું કૌતુકભર્યું

OMG / પોતાની દફનવિધિ ચાલતી હતી ત્યારે સામે આવીને ઊભો રહ્યો, કૌતુકભર્યું બન્યું કેવી રીતે?

Last Updated: 05:03 PM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શખ્સની દફનવિધિ ચાલી રહી હતી અને બરાબર આ સમયે તે જીવતોજાગતો આવીને સામે ઊભા રહેતા લોકો પણ ભ્રમમાં પડ્યાં કે શું ખરેખર તેનું ભૂત આવ્યું?

ઉતાવળમાં જેમતેમ લાશની ઓળખ કરવામાં એક પરિવારને અજાણ્યાની દફનવિધિ કરવાનો અને ઘડી ભર પોતાનાના મરણનો શોક પાળવાનો વારો આવ્યો. તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારના સભ્યો જેને મૃત માની રહ્યા હતા અને દફનાવવા જઈ રહ્યા હતા તે બીજા શહેરમાં મળી આવતાં જોવા જેવો ઘાટ થયો હતો. મૃત વ્યક્તિની ખોટી ઓળખને કારણે આવી ગંભીર મજાક બની હતી.

અજાણી લાશને પોતાના સભ્યની માની લેવાઈ

વિકરાબાદમાં 'અંતિમ સંસ્કાર' સમયે એક વ્યક્તિ જીવિત મળી આવવાનો મામલો સામે આવ્યો છે. મૃતક'ના પરિવારના સભ્યો તેની દફનવિધિની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આવું કૌતુક બન્યું હતું. મજૂરી કામ કરીને પેટીયું રળી ખાતાં 40 વર્ષીય પી. યેલ્લાપ્પાના મોતની જાણકારી તેના ઘરનાને આપવામાં આવી હતી. યેલ્લાપ્પાનો મોબાઈલ ફોન મૃતદેહની સાથે મળી આવ્યો હતો, ત્યારબાદ યેલ્લાપ્પાને મરેલો જાહેર કરાયો હતો. જીઆરપીના જવાનોને 22 જૂનની રાત્રે વિકરાબાદ રેલ્વે સ્ટેશન પર પાટા પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો જેનું માથું ઓળખી શકાય તેમ ન હતું. મૃતદેહ પાસે એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને જ્યારે પોલીસ અધિકારીઓએ તે ફોનથી પરિવારના સભ્યોને ફોન કર્યો ત્યારે તેઓએ જણાવ્યું કે તે યેલ્લાપ્પાનો છે. યેલ્લાપ્પાની પત્ની અને તેના પરિવારના સભ્યો 23 જૂને વિકરાબાદની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ યેલપ્પાના તરીકે કરી હતી.

વધુ વાંચો : VIDEO: ભારતની એવી ભૂતિયા જગ્યાઓ, જ્યાંની વાતો જ ધ્રૂજાવી દેવા માટે પૂરતી છે

દફનવિધિ સમયે હાજર થયો

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો અને તેઓ તેને તેમના ગામ લઈ ગયા. જ્યારે પરિવાર અને સંબંધીઓ મૃતદેહને દફનાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બપોરે કેટલાક ગ્રામવાસીઓએ તેમને કહ્યું કે તેઓએ જિલ્લાના તંદૂર શહેરમાં યલ્લાપ્પાને જીવતો જોયો છે. આ દરમિયાન યેલ્લાપ્પાએ પણ ઘરે પરત ફરીને પરિવારજનોને ચોંકાવી દીધા હતા. યેલ્લાપ્પાના પરિવારના સભ્યોએ તરત જ જીઆરપીને જાણ કરી, જેઓ ગામમાં પહોંચ્યા અને મૃતદેહને પાછો લાવ્યો અને તેને વિકરાબાદની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો. તેમણે કહ્યું કે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Telangana Dead man burial Telangana Dead man alive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ