બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / પાંડવોએ આ જગ્યા પર બનાવ્યું હતું વિશ્વનું સૌથી ઉંચું શિવ મંદિર, ભગવાન રામ સાથે છે કનેક્શન

અજબ ગજબ / પાંડવોએ આ જગ્યા પર બનાવ્યું હતું વિશ્વનું સૌથી ઉંચું શિવ મંદિર, ભગવાન રામ સાથે છે કનેક્શન

Last Updated: 03:14 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શિવના મંદિરનું નામ આવે એટલે લગભગ લોકોને પહેલા કેદારનાથ યાદ આવે પણ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર કયું છે? આ મંદિર આપણા ભારતમાં આવેલું છે અને આ મંદિરનું ભગવાન રામ અને મહાભારત કાળના અર્જુન સાથે પણ કનેક્શન છે.

વિશ્વના ઘણા દેશોમાં ભગવાન શિવના ભવ્ય મંદિરો આવેલા છે અને આપણા ભારતમાં તો ઉત્તરથી દક્ષિણ સુધી ભગવાન શિવના ઘણા ભવ્ય અને સુંદર મંદિરો છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી ઊંચું શિવ મંદિર આપણા ભારતના ઉત્તરાખંડમાં આવેલું છે અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે તેનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું.

વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે અને ભગવાન શિવના આ મંદિરને ભક્તો તુંગનાથ મંદિરના નામથી ઓળખે છે. તુંગનાથ મંદિર ચંદ્રનાથ પર્વત પર 3,680 મીટર એટલે કે 12,073 ફૂટની ઉંચાઈ પર છે. જો તમે તુંગનાથ મંદિર જવા માંગો છો તો આ માટે તમારે પહેલા સોનપ્રયાગ જવું પડશે, ત્યાંથી તમે ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા થઈને તુંગનાથ મંદિર પહોંચી શકો છો.

આ મંદિર 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે અને અહીં ભગવાન શિવની પૂજા પંચ કેદારમાંથી એકના રૂપમાં થાય છે. આ મંદિરમાં ભગવાન શિવના હાથની પૂજા કરવામાં આવે છે. આ મંદિર થોડા મહિનાઓ માટે જ ખુલ્લું રહે છે. સામાન્ય રીતે ઉનાળાના મહિનાઓ દરમિયાન યાત્રાળુઓ આ મંદિરની મુલાકાત લે છે.

Website Ad 3 1200_628

કહેવાય છે કે આ મંદિરનો ઈતિહાસ મહાભારત જેટલો જૂનો છે અને આ મંદિરનો પાયો અર્જુને નાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા પાંડવ ભાઈઓએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

વધુ વાંચો: VIDEO: ભારતની એવી ભૂતિયા જગ્યાઓ, જ્યાંની વાતો જ ધ્રૂજાવી દેવા માટે પૂરતી છે

પૌરાણિક કથાઓ અનુસાર તુગનાથનું એક કનેક્શન ભગવાન રામ સાથે પણ છે. કહેવાય છે કે ભગવાન રામ પર રાવણને માર્યા પછી બ્રાહ્મણ હત્યાના પાપનો આરોપ હતો અને આ પાપમાંથી મુક્ત થવા માટે એમને તુંગનાથથી દોઢ કિમી દૂર ચંદ્રશિલા પર્વત પર તપસ્યા કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

tungnath temple tungnath shiv temple tungnath temple uttarakhand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ