બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: તમારું બાળક જીવના જોખમે ભણે છે! આ શાળામાં રીતસર દિવાલો પર દેખાઈ રહ્યા છે સળિયા

આંખે પાટા / VIDEO: તમારું બાળક જીવના જોખમે ભણે છે! આ શાળામાં રીતસર દિવાલો પર દેખાઈ રહ્યા છે સળિયા

Last Updated: 10:44 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળા પ્રવેશોત્સવના નામે હાલમાં જ ખુબ તાયફા થયા. પરંતુ આ તાયફા વચ્ચે આજે રાજ્યની વધુ એક પ્રાથમિક શાળાના બેહાલ બતાવવા જઈ રહ્યા છીએ.જે વડગામ તાલુકામાં આવી છે. જ્યાં માસૂમો જીવના જોખમે ભણવા મજબૂર છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠાનાં વડગામમાં આવેલ શાળા જે છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે. આ શાળા વડગામ તાલુકાના કરનાળા પરા વિસ્તારમાં આવેલી શાળા છે. શાળાના રૂમની હાલત એટલી દયનીય છે કે, પોપડા ખરી રહ્યા છે. દિવાલોમાં તિરાડો પડી ગઈ છે.. ઘણી જગ્યા પર પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે. અને ચોમાસામાં પાણી પણ ટપકે છે. તેવામાં તમે ખુદ વિચારો કે, કેવી રીતે આ જર્જરિત શાળામાં નાના ભૂલકાઓને ભણાવી શકાય. છતાં આ ભયજનક શાળામાં ભણવા માટે નાના ભૂલકાઓ મજબૂર છે.

આંગણવાડી પણ જર્જરિત હાલતમાં

શાળાનાં પ્રાંગણમાં જ આંગણવાડી બનાવવામાં આવી છે. જે આંગણવાડી પણ જર્જરિત હાલતમાં છે. આંગણવાડીમાં પણ તિરાડો પડી ગઈ છે. દિવાલોનું પ્લાસ્ટર તૂટી ગયું છે. અનેક જગ્યાએ આંગણવાડીની દિવાલોના પાયા પણ નીકળવા લાગ્યા છે. તેવામાં અહીં નાના ભૂલકાઓને ભણાવતા પણ આંગણવાડી કાર્યકરોને ડર લાગે છે.

vlcsnap-2024-06-30-20h35m47s583

વધુ વાંચોઃ 4 સેકન્ડમાં જોનારાના જીવ હાથમાં આવી ગયા, સુરતમાં ધડામ દેતા વીજ પોલ થયા ધરાશાયી, જુઑ પછી શું થયું?

શું કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?

શાળા જર્જરીત, આંગણવાડી જર્જરીત. અને તેથી પણ વિશેષ શાળાના જ પ્રાંગણમાં આવેલી પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં મોત બનીને ઉભી છે. જે ગમે ત્યારે ધરાશાયી થાય તો પણ નવાઈ નથી. એટલું જ નહીં શાળાની બહાર બોર બનાવવામાં આવેલો છે તે પણ ખુલ્લો છે. તેવામાં કોઈ બાળક રમતા-રમતા તેમાં પડી જાય તેવી ભીતી પણ છે.. તેવામાં આ ખુલ્લા બોરને બંધ કરવામાં આવે. અને જર્જરિત શાળાની નવી બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. ત્યારે જોવું રહ્યું કે, શિક્ષણ વિભાગનું આ પ્રાથમિક શાળા તરફ ક્યારે ધ્યાન કેન્દ્રીત થાય છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karnala Para Banaskantha Vadgam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ