બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / કપિલ દેવનું થયું બીલનું ટેન્શન, 1983 વર્લ્ડ કપ જીતની પાર્ટીનું રહસ્ય ઘેરાયું, વિશ્વ વિજેતાનો કિસ્સો

ક્રિકેટ / કપિલ દેવનું થયું બીલનું ટેન્શન, 1983 વર્લ્ડ કપ જીતની પાર્ટીનું રહસ્ય ઘેરાયું, વિશ્વ વિજેતાનો કિસ્સો

Last Updated: 10:46 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1983ના વર્લ્ડ કપના વિજેતા કપિલ દેવના ખેલાડીઓને ઈનામ આપવા માટે એક જમાનામાં બીસીસીઆઈ પાસે પૈસા નહોતા પરંતુ આજે તે દુનિયાનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે.

આજે BCCIએ ટી 20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયા માટે 125 કરોડના ઈનામની જાહેરાત કરી છે પરંતુ એક જમાનામાં બીસીસીઆઈ પાસે ખેલાડીઓને ઈનામમાં આપવા માટે એક ફૂડી કોડી પણ નહોતી અને મહાન ગીતકાર લતા મંગેશકર પાસે સંગીત સમારોહ કરાવવો પડ્યો હતો અને તેના દ્વારા જે પૈસા આવ્યાં તેમાથી ખેલાડીઓને ઈનામ અપાયું હતું. આ કિસ્સાને યાદ કરવો આજે સાર્થક ગણાશે.

1983માં ઈનામ માટે સંગીતનો કાર્યક્રમ કરવો પડ્યો

1983માં કપિલ દેવના યોદ્ધાઓને ઈનામ આપવા માટે એક કોન્સર્ટનું આયોજન કરવું પડ્યું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ એક રેસ્ટોરન્ટમાં પાર્ટી કરી હતી. જેના કારણે કેપ્ટન કપિલ દેવ બિલ કોણ ચૂકવશે તે અંગે ટેન્શનમાં હતા. 1983ની વાત જાણીતી છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારત પહોંચી હતી. BCCI પાસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પુરસ્કાર આપવા માટે પૂરતા પૈસા નહોતા. તે વખતે એનકેપી સાલ્વે બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ હતા. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તે ખેલાડીઓને ઈનામ આપવા માટે ખૂબ જ ઉત્સુક હતા, પરંતુ પૈસાની અછત આડે આવી રહી હતી. આ પછી BCCIએ લતા મંગેશકર પાસે મદદ માંગી. લતાને કોન્સર્ટ કરવાનું કહેવામાં આવ્યું. આ પછી જે પૈસા આવશે તે ખેલાડીઓને આપવામાં આવશે. લતા મંગેશકરે નવી દિલ્હીમાં કોન્સર્ટ કર્યો. આ દરમિયાન વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર્સ પણ ત્યાં હાજર હતા. કુલ 20 લાખ રૂપિયા એકત્ર થયા હતા. દરેક ખેલાડીને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો : BCCIએ ખોલ્યો ખજાનો, ટીમ ઈન્ડીયાને આટલા કરોડનું ઈનામ, ટ્રોફી ઈનામ કરતાં પાંચ ગણું

1983માં દરેક ખેલાડીને ફી તરીકે 2100 મળતાં

તે સમયે ખેલાડીઓને મેચ ફી તરીકે નાની રકમ મળતી હતી. 1983ના વર્લ્ડ કપદરમિયાન દરેક ખેલાડીને 2100 રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાંથી 1500 રૂપિયા મેચ ફી અને 600 રૂપિયા દૈનિક ભથ્થું હતું. સ્થિતિ એવી હતી કે મેચ ફીના પૈસા બચાવવા માટે ખેલાડીઓ પોતાના કપડા જાતે ધોતા હતા. કપિલ દેવે એક ઘટના સંભળાવી. આ મુજબ, ખેલાડીઓ વર્લ્ડ કપ જીત્યા બાદ પાર્ટી કરી રહ્યા હતા. એક રેસ્ટોરન્ટમાં વાઈન અને શેમ્પેનની બોટલો ખોલવામાં આવી રહી હતી. ત્યાં સુધીમાં ખેલાડીઓના પૈસા પણ ખર્ચાઈ ગયા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન કપિલને ચિંતા હતી કે આ બધાનું બિલ કોણ ચૂકવશે. જો કે, કપિલે કહ્યું કે આજ સુધી એ રહસ્ય બહાર આવ્યું નથી કે તે સમયે બિલ કોણે ચૂકવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

1983 World Cup T 20 world cup 2024 Kapil Dev 1983 world cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ