બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કિસાન સન્માન નિધિનો 2 હજારનો હપ્તો લેનારા ધ્યાન આપે, આ કામ કરી લેજો નહીંતર લાભ થશે બંધ

અભિયાનની તૈયારી / કિસાન સન્માન નિધિનો 2 હજારનો હપ્તો લેનારા ધ્યાન આપે, આ કામ કરી લેજો નહીંતર લાભ થશે બંધ

Last Updated: 11:13 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે

પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરાઈ રહી છે. એગ્રીસ્ટેક (ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર) યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થશે. ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે

PROMOTIONAL 13

ખેડૂતોની યુનિક આઈડી તૈયાર થશે

સંયુક્ત કૃષિ નિયામકના ડૉ. આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવા માટે ખેડૂતો સંબંઘિત તમામ પ્રકારના ડેટાને સાચવવામાં આવશે. ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાટા નંબર, સહ-એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને ઈ-કેવાયસી સહિતની તમામ વિગતો હશે રેકોર્ડ કરવામાં આવશે અને ખેડૂતોનું યુનિક આઈડી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: ખેડામાં વીજ કરંટથી ત્રણના મોત, દુકાનનું શટર ખોલાતા મોત ત્રાટક્યું, વરસાદમાં રાખો આટલું ધ્યાન

સ્થાનિક કર્મચારીઓ દ્વારા સઘન ઝુંબેશ

ભવિષ્યમાં ખેડૂતો આ યુનિક આઈડીની નોંધણી કરીને જ તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. તેમણે કહ્યું કે આ અભિયાન બે તબક્કામાં ચાલશે. પ્રથમ તબક્કામાં 1 જુલાઈથી 31 જુલાઈ સુધી સ્થાનિક કર્મચારીઓ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. 1 ઓગસ્ટથી ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ખેડૂતો પોતે મોબાઈલ એપ દ્વારા અથવા જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈને ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરી શકશે

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

kisan samman Nidhi PM Kisan Samman Nidhi scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ