બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / જીત બાદ રોહિત શર્માએ બારબાડોઝના મેદાનમાં પીચની માટી ખાધી, જુઓ ભાવુક કરતો વીડિયો

ICC T20 World Cup 2024 / જીત બાદ રોહિત શર્માએ બારબાડોઝના મેદાનમાં પીચની માટી ખાધી, જુઓ ભાવુક કરતો વીડિયો

Last Updated: 11:25 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T20 World Cup 2024 Latest News : વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ દેખાતા હતા ત્યારે આ ક્ષણને હંમેશ માટે માણવા માટે રોહિત શર્માએ સ્ટેડિયમની પિચમાંથી માટી ઉપાડીને ખાધી

ICC T20 World Cup 2024: ICC T20 World Cup 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત 17 વર્ષ બાદ ફરી એકવાર T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. બાર્બાડોસમાં શનિવારે રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ દેખાતા હતા. આ જીત સાથે જ કેપ્ટન રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે તેની છેલ્લી વર્લ્ડ T20 જીતની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરી હતી. આ ક્ષણને હંમેશ માટે માણવા માટે તેણે સ્ટેડિયમની પિચમાંથી માટી ઉપાડીને ખાધી.

બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ એ મેદાન છે જ્યાં રોહિત શર્માએ ટી-20 ફોર્મેટમાં છેલ્લી વખત કેપ્ટનશિપ કરી હતી અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ વિજેતા બનાવી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિજયની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માનો એક વીડિયો પણ સામેલ છે. ICC દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા મેદાનમાંથી માટી ઉપાડતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં આ એ જ મેદાનની માટી છે જ્યાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. રોહિતે મેદાનમાંથી માટી ઉપાડીને મોઢામાં નાખી.

નોંધનિય છે કે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતે ખૂબ જ ઝડપથી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાને સંભાળી લીધી અને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 177 રનનો લક્ષ્યાંક આપ્યો. દક્ષિણ આફ્રિકા તરફથી એનરિચ નોર્ટજે અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી. 177 રનના ટાર્ગેટ સાથે બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી હતી. આફ્રિકાએ માત્ર 12ના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ લાંબો સમય ટકી શક્યા ન હતા.

વધુ વાંચો : PM મોદીએ ટીમ ઈન્ડિયા સાથે કરી વાત, રોહિતની કેપ્ટનશિપ, વિરાટની બેટિંગ અને સૂર્યકુમારના કેચ પર કહી આ વાત

આ તરફ હેનરિક ક્લાસને શાનદાર બેટિંગ કરી અને 27 બોલમાં 52 રન બનાવ્યા. તેણે આફ્રિકાને જીતની ખૂબ નજીક પહોંચાડ્યું હતું પરંતુ હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગે આફ્રિકાના ખોળામાંથી જીત છીનવી લીધી હતી. પંડ્યાએ ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ઝડપી બોલર અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ બે-બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બાદ બે વખત T20 વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC T20 World Cup 2024 Rohit Sharma barbados ICC T20 World Cup 2024, ICC T20 World Cup Final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ