બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સૂર્યકુમાર યાદવનો એ કેચ જેણે ભારતને જીતાડ્યો વર્લ્ડ કપ, જુઓ અદ્દભૂત કેચનો વીડિયો

T20 WC Final / સૂર્યકુમાર યાદવનો એ કેચ જેણે ભારતને જીતાડ્યો વર્લ્ડ કપ, જુઓ અદ્દભૂત કેચનો વીડિયો

Last Updated: 09:57 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રનોથી હરાવી દીધું. આ ઐતિહાસિક જીતમાં સુર્યકુમાર યાદવનો ઘણો મોટો ફાળો રહ્યો. છેલ્લી ઓવરમાં આ ખેલાડીએ જોરદાર કેચ પકડ્યો, જેના કારણે ટીમ ઇન્ડિયા બીજી વાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન બની.

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની છેલ્લી હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો અને સ્ટ્રાઈક પર ડેવિડ મિલર હતો. જેવો પંડ્યાએ ફુલ ટોસ બોલ ફેંક્યો કે મિલરે એરિયલ શોટ રમ્યો. ત્યારે તો એવું જ લાગતું હતું કે બોલ બાઉન્ડ્રીને પાર કરી જશે અને સાઉથ આફ્રિકાને 6 રન મળશે પરંતુ ત્યારે જ સૂર્યકુમાર યાદવ ભાગીને આવ્યો અને જબરદસ્ત રીતે કેચ પકડી લીધો. પ્રેશરથી ભરેલી ક્ષણોમાં સૂર્યકુમાર યાદવે એટલી શાનદાર રીતે બોલ કેચ કર્યો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મોટી વાત એ છે કે બોલને પકડ્યા બાદ તેણે બાઉન્ડ્રી લાઇન ક્રોસ કરી હતી પરંતુ તે પહેલા તેણે બોલને હવામાં ઉછાળી દીધો અને પછી તે બાઉન્ડ્રીમાં પાછો આવીને બોલને કેચ કરવામાં સફળ રહ્યો.

સૂર્યકુમાર યાદવના કેચે જીતાડી મેચ

વિશ્વના સર્વશ્રેષ્ઠ મેચ ફિનિશર ગણાતા ડેવિડ મિલરનો આ કેચ સૂર્યકુમાર યાદવે લીધો. જો મિલરનો આ કેચ ન લેવાયો હોત તો શક્ય છે કે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બની ગયું હોત પરંતુ સૂર્યાએ આવું થવા દીધું નહીં. સૂર્યકુમાર યાદવના આ કેચની તુલના પૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી રહી છે. તેમણે 1983 વર્લ્ડ કપની ફાઇનલમાં વિવિયન રિચર્ડ્સનો કેચ પણ લીધો હતો અને ટીમ ઇન્ડિયાને ટાઇટલ જીતાડ્યું હતું. તે કેચ પણ લગભગ અસંભવ હતો પરંતુ કપિલ દેવે તેને શક્ય બનાવ્યો હતો અને હવે 41 વર્ષ બાદ સૂર્યકુમાર યાદવે પણ કપિલ દેવ જેવો ચમત્કારિક કેચ લઈને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે.

PROMOTIONAL 13

વધુ વાંચો: ભારતની જીત બાદ દેશમાં દિવાળી, રસ્તાઓ પર લોકો નાચ્યા, કરી જોરદાર આતશબાજી, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન

ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ચેમ્પિયન બનવું બિલકુલ સરળ ન હતું. એક સમયે સાઉથ આફ્રિકાની ટીમને જીતવા માટે 30 બોલમાં માત્ર 30 રનની જરૂર હતી, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાના ત્રણ બોલરોએ મેચને સંપૂર્ણપણે બદલી નાખી. હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે અંતિમ 5 ઓવરમાં સાઉથ આફ્રિકા પાસેથી મેચ છીનવી લીધી. આ પહેલા વિરાટ કોહલીએ 76 રન બનાવીને પોતાની ટીમને 176 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી અને તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. એકંદરે ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું 17 વર્ષ બાદ પૂર્ણ થયું છે. જણાવી દઈએ કે 11 વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ કોઈપણ ICC ટ્રોફી જીતી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Suryakumar Yadav IND Vs SA Final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ