બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંકમાં કામે જતા પહેલા રજાનું લિસ્ટ ચેક કેરી લેજો, જુલાઈમાં 12 દિવસ બેંક રહેશે બંધ
Last Updated: 10:03 AM, 30 June 2024
Bank Holiday July 2024 : આપણે દરરોજ બેંકમાં આપણાં રોજિંદા વ્યવહારો કરતાં હોઈએ છીએ. બેંકો એક મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે જેના વિના ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી જાય છે. ચેક જમા કરાવવાથી માંડીને એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે રોકડ વ્યવહાર વગેરે માટે બેંકમાં જવું પડે છે જો બેંક બંધ હોય તો ગ્રાહકોનો સમય વેડફાય છે. આવી સમસ્યાઓથી બચવા માટે ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલા બેંક રજાઓની યાદી બહાર પાડે છે. RBIએ જુલાઈમાં આવતી રજાઓ વિશે પણ માહિતી આપી છે. તમે આ યાદી જોઈને તમારા કામની યોજના બનાવી શકો છો.
ADVERTISEMENT
જુલાઈમાં બેંકો 12 દિવસ બંધ રહેશે
ADVERTISEMENT
જુલાઈના 31 દિવસોમાંથી કુલ 12 દિવસ બેંકમાં રજા રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને મોહરમને કારણે બેંકો પણ બંધ રહેશે.
આ રીતે રજાઓમાં મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરો
બદલાતા સમય સાથે બેંકિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો થયા છે. હવે ગ્રાહકો રજાના દિવસે પણ મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. આ માટે તમે UPI નો પણ ઉપયોગ કરી શકો છો. તમે રોકડ ઉપાડ માટે ATM નો ઉપયોગ કરી શકો છો.
વધુ વાંચો : UP-બિહારથી લઈને MP-રાજસ્થાન સુધી ભારે વરસાદની શક્યતા, જાણો નવી આગાહી
જુલાઈ 2024માં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.