બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારી શેર તો વીફર્યો! 7 મહિનામાં આપ્યું 500 ટકાનું ધમાકેદાર રિટર્ન, હજુ પણ ચડશે ભાવ

મલ્ટીબેગર સ્ટોક / સરકારી શેર તો વીફર્યો! 7 મહિનામાં આપ્યું 500 ટકાનું ધમાકેદાર રિટર્ન, હજુ પણ ચડશે ભાવ

Last Updated: 09:08 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે શેરબજારોમાં સરકારી કંપની IREDA ના શેરના ભાવમાં 5 ટકાનો વધારો થયો હતો. જોકે, બંધ સમયે સ્ટોક નરમ જોવા મળ્યો હતો. જેના કારણે તે BSEમાં 0.74 ટકાના ઘટાડા સાથે 193.30 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

શેરબજારોમાં છેલ્લા ઘણા સમયથી વધઘટ થઈ રહી છે. હાલમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે માર્કેટમાં સરકારી કંપની IREDA ના શેરના ભાવમાં 5 ટકાનો વધારો થયો હતો. જોકે, બંધ સમયે સ્ટોક નરમ જોવા મળ્યો હતો. જેના કારણે તે BSEમાં 0.74 ટકાના ઘટાડા સાથે 193.30 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે, કંપનીના શેરમાં અત્યાર સુધીમાં IPOની કિંમતથી 540 ટકાનો વધારો થયો છે. એટલે કે આ PSU શેરે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. કંપનીના શેરોએ છેલ્લા 7 મહિના દરમિયાન રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. તેના લિસ્ટિંગ પછી સ્ટોક સતત વધી રહ્યો છે. જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે.

stock-market_5_0_0

શેર 8 મહિનામાં 250 રૂપિયાના સ્તરે પહોંચે તેવો અંદાજ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્ટોક રૂ. 200 થી રૂ. 215 વચ્ચે રહી શકે છે. આગામી 8 મહિનામાં તે 250 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. તેણે કહ્યું છે કે જો શેરની કિંમત 160 રૂપિયાથી ઉપર રહે છે તો તેના પર દાવ લગાવવો વધુ સારું રહેશે. જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન IREDAનો કુલ નફો 337 કરોડ રૂપિયા હતો. જે ગયા વર્ષના માર્ચ ક્વાર્ટર કરતાં 33 ટકા વધુ છે. એક વર્ષમાં IREDAએ આ ત્રિમાસિક ગાળામાં રૂ. 253.60 કરોડનો નફો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, કંપનીને એપ્રિલમાં 'નવરત્ન'નો દરજ્જો મળ્યો હતો. આ સાથે 2030 સુધીમાં તેને ‘મહારત્ન’ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

વધુ વાંચો : રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! 3 જુલાઈથી ખુલશે ફાર્મા કંપનીનો 800 કરોડનો IPO

IPO નવેમ્બર 2023માં આવ્યો હતો

IREDA નો IPO ગયા વર્ષે નવેમ્બરમાં આવ્યો હતો, જ્યારે કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 32 રૂપિયા હતી. પરંતુ માત્ર 3 મહિનામાં જ આ PSU કંપનીના શેરની કિંમત 214 રૂપિયા સુધી પહોંચી ગઈ. આ વર્ષે કંપનીના શેરના ભાવમાં 90 ટકાનો વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

IREDA StockMarket MultibaggerStock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ