બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બુરારી 2.0 : એ જ દિવસ અને એ જ તારીખ, હવે MPના ઘરમાં ફંદા પર લટકતાં મળ્યાં 5 લોકો

સામૂહિક આપઘાત / બુરારી 2.0 : એ જ દિવસ અને એ જ તારીખ, હવે MPના ઘરમાં ફંદા પર લટકતાં મળ્યાં 5 લોકો

Last Updated: 04:24 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં પણ દિલ્હીના ચર્ચિત બુરાડીકાંડ જેવો મામલો સામે આવ્યો છે જેમાં આખો પરિવાર ગળેફાંસો ખાઈને મરી ગયો હતો.

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક ઘરની અંદર પાંચ લોકોના મૃતદેહ લટકેલા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પતિ, પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ હોવાની માહિતી મળતાં જિલ્લા એસપી રાજેશ વ્યાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા? તે એફએસએલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. પોલીસ હવે એફએસએલ ટીમની રાહ જોઈ રહી છે.

પરિવારની હત્યાની આશંકા

આ ઘટના અલીરાજપુર જિલ્લાના સોંડવા વિસ્તારના રાવાડી ગામમાં બની હતી. મૃતકોમાં ઘરના વડા રાકેશ, તેમની પત્ની લલિતા અને પુત્રી લક્ષ્મી, બે પુત્રો અક્ષય અને પ્રકાશનો સમાવેશ થાય છે. પરિવારજનોએ સમગ્ર પરિવારની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે.

દિલ્હીના બુરારીકાંડમાં શું બન્યું હતું

આ ઘટનાએ 1લી જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીમાં બનેલી ઘટનાની યાદ અપાવી છે જેમાં એક જ પરિવારના 11 લોકો લટકતાં મળી આવ્યાં હતા. બુરારી કેસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પરિવારના વડા લલિત ભાટિયાએ મેલીવિદ્યાના પ્રભાવ હેઠળ સમગ્ર પરિવારને સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા.

વધુ વાંચો : VIDEO : રાહુલના PM પર ચાબખાં, 'ખટાખટ, PM મોદીને ભગવાન સાથે સીધો સંપર્ક' મચ્યો હોબાળો

કેમ કર્યો આપઘાત

આ ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે અને આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે જોકે સાચી વાત તપાસમાં જ બહાર આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Alirajpur mass suicide Alirajpur mass death MP mass suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ