બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: રથયાત્રા પર આકાશમાંથી રખાશે ચાંપતી નજર, હેલિકોપ્ટરથી સર્વેલન્સનું થયું રિહર્સલ

અમદાવાદ / VIDEO: રથયાત્રા પર આકાશમાંથી રખાશે ચાંપતી નજર, હેલિકોપ્ટરથી સર્વેલન્સનું થયું રિહર્સલ

Last Updated: 04:01 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પોલીસ એર સર્વલન્સથી સુરક્ષા આપશે. આજે પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ પણ કર્યું.

અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા એર સર્વેલન્સ કરાશે.

હેલિકોપ્ટરથી પોલીસ અધિકારીઓ રાખશે નજર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પોલીસ એર સર્વલન્સથી સુરક્ષા આપશે. જેમાં રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી પોલીસ અધિકારીઓ સર્વેલન્સ કરશે. આ માટે આજે પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ પણ કર્યું હતું. શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવશે. ટેથર્ડ ડ્રોન, નિન્જા ડ્રોન, હિલિયમ બ્લુનમાં માઉન્ટેડ કેમેરા સાથે સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે આ વખતે રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.

PROMOTIONAL 13

રથયાત્રામાં સામેલ થતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. ત્યારે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં સર્વેલન્સ માટે ઇઝરાયલી ટેક્નોલોજીના હિલિયમ એરોસ્ટે બલૂન વપરાશે, જેનાથી પોલીસ આ વિસ્તારોમાં નજર રાખશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈ પરથી હાઈ રિઝોલ્યુશન કેમેરા દ્વારા 5 કિલોમીટરના વિસ્તારમાં નજર રાખવામાં આવશે. પોલીસવડા સહિતના તમામ અધિકારીઓએ રથયાત્રાને લઈને સુરક્ષા માટે ખાસ પ્લાનિંગ કર્યું છે.

વધુ વાંચો: ગુજરાતનો 5 લાખનો ઈનામી સનકી સિરિયલ કીલર, યુટ્યુબથી શીખી લોકોને ધરબી દેતો ગોળી

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રથયાત્રાના બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે અને દરેક પાસાંઓ પર ધ્યાન આપીને બંદોબસ્તનો માસ્ટર પ્લાન બનાવતી હોય છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સુરક્ષાદળની ટીમ સહિતના જવાનો રથયાત્રામાં તહેનાત હોય છે. સાથે જ રથયાત્રા રૂટને CCTV કેમેરાથી સજજ કરવાનો પોલીસે દાવો કર્યો છે. વેપારીઓને પોતાની મિલકતની સાથે રથયાત્રાનો રૂટ દેખાય તે રીતે ફરજિયાત CCTV લગાવવાની સૂચના આપી છે. એક મહિનામાં જૂના 117 કેમેરાની સાથે 1161 નવા કેમેરા વેપારીઓ પાસે લગાવ્યા છે. રથયાત્રામાં સામેલ થતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Helicopter surveillance Rath Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ