બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પોલીસની નોકરી છોડીને પ્રવચન, કોણ છે ભોલે બાબા? જેમના સત્સંગમાં 122 લોકોના જીવ ગયાં?

હાથરસ નાસભાગ / પોલીસની નોકરી છોડીને પ્રવચન, કોણ છે ભોલે બાબા? જેમના સત્સંગમાં 122 લોકોના જીવ ગયાં?

Last Updated: 07:55 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હાથરસના સત્સંગમાં 122થી વધુ લોકોનો ભોગ લેનારા સત્સંગમાં પ્રણેતા ભોલે બાબાને લઈને જાણકારી સામે આવી છે.

યુપીના હાથરસમાં આટલી મોટી સંખ્યામાં મોતના સમાચાર સાંભળીને દરેક વ્યક્તિને ભારે આઘાત લાગ્યો છે. ચારેબાજુ મૃતદેહો અને ચીસો સિવાય કશું સંભળાતું નથી. સત્સંગમાં નાસભાગ મચી ગયા બાદ હવે લોકોના મનમાં એક જ સવાલ ઉઠવા લાગ્યો છે કે કોણ છે એ નિર્દોષ બાબા, જેનો ઉપદેશ સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં ભક્તો હાથરસ પહોંચ્યા હતા.

18 વર્ષ પહેલા પોલીસની નોકરી છોડી

ભોલે બાબા તરીકે ઓળખાતા સંતનું સાચું નામ સૂરજ પાલ છે. અનુયાયીઓ તેમને વિશ્વ હરિ ભોલે બાબા તરીકે ઓળખે છે. ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પોલીસની નોકરી કર્યાં બાદ સ્વૈચ્છિક નિવૃતી લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો આ સમય દરમિયાન, તેમને ઘણું દાન મળવાનું શરૂ થયું, ત્યારબાદ તેમણે વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ભોલે બાબાની આખી જીવનશૈલી બદલાઈ ગઈ. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે. વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ઉપદેશ સાંભળવા આવે છે.

પેન્ટ સૂટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ

નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા અન્ય સંતો કરતા સાવ અલગ દેખાય છે. તેમની જીવનશૈલી પણ અન્ય સંતો સાથે મેળ ખાતી નથી. સામાન્ય રીતે સંતો ધોતી અને કુર્તા પહેરીને જોવા મળે છે પરંતુ આ એવા સંત છે જે હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં જોવા મળે છે. સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે. ભોલે બાબાના અનુયાયીઓ મોટે ભાગે ગુલાબી શર્ટ-પેન્ટ અને સફેદ કેપ પહેરે છે. ભોલે બાબાના માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. જ્યાં પણ તેમનો સત્સંગ થાય છે.

ભોલે બાબાનો સત્સંગ પશ્ચિમ યુપીના વધુ પ્રખ્યાત

ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે. ભોલે બાબાનો સત્સંગ અવારનવાર પશ્ચિમી જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.

વધુ વાંચો : લાખોની ભીડ, ગરમી-બફારાને કારણે શ્વાસ રુધાંતા ટપોટપ લાશો પડી, 122 મોતનું ખૌફનાક કારણ

કેવી રીતે બની ટ્રેજેડી

ફુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ કરાવનાર બાબા સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય છે અને તેમના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે લગભગ સવા લાખ લોકોની ભીડ આવી હતી. ગરમી અને બફારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઉભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 122થી વધુ લોકોના મોત થયાં છે અને હજુ આંકડો વધી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hathras stampede death Hathras Bhole Baba Hathras Stampede
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ