બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / સ્પોર્ટસ / Cricket / RR vs GT Ryan Parag terrific form scores third fifty today

IPL 2024 / RR vs GT: રિયાન પરાગ જબરદસ્ત ફોર્મમાં, આજે ફટકારી ત્રીજી ફિફ્ટી, ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબરે

Ajit Jadeja

Last Updated: 11:09 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરાગે તેના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે સિઝનની તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી

આઇપીએલની મેચો ચાલી રહી છે ત્યારે અનેક ખેલાડીઓ જબરજસ્ત ફોર્મમાં ચાલી રહયા છે. જેમાં એક નામછે રિયાન પરાગનું જેણે ત્રીજી ફિફ્ટી ફટકારી સૌનું  ધ્યાન પોતાના તરફ ખેચ્યુ છે. રિયાન પરાગ એ ગુજરાત ટાઇટન્સ સામે આ સિઝનની તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી. રિયાન ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ તેના નામથી ગુંજી રહ્યું હતું.

રિયાને બેટથી પાંચ છગ્ગા ફટકાર્યા

IPL 2024માં જમણા હાથના બેટ્સમેનનું શાનદાર ફોર્મ ચાલુ છે. પરાગે તેના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે સિઝનની તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી. 43, 84*, 54*, 4 અને હવે 76... આ છેલ્લી પાંચ મેચમાં રિયાન પરાગ ના સ્કોર છે.  હવે ઓરેન્જ કેપ ની રેસમાં માત્ર વિરાટ કોહલી જ તેનાથી આગળ છે. રેયાન જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમે છ ઓવરમાં 42 રનમાં તેની બીજી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે સંજુ સેમસન સાથે મળીને ન માત્ર ટીમને આવી નાજુક પરિસ્થિતિઓમાંથી બચાવી હતી પરંતુ તેણે 48 બોલમાં 76 રનની જોરદાર ઈનિંગ પણ રમી હતી. જ્યારે રિયાન પરાગ 18.4 ઓવરમાં આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 172 રન પર પહોંચી ગયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને પાંચ જબરદસ્ત છગ્ગા પણ જોવા મળ્યા હતા.

દરેક મેચમાં બેટ પરથી બની રહ્યા છે રન

સોશિયલ મીડિયા પર અવારનવાર ટ્રોલનો શિકાર બનેલા રિયાન પરાગે પોતાના પર બહારની કોઈ વાતનો પ્રભાવ પડવા દીધો નથી. બિનજરૂરી વસ્તુઓની અવગણના તે કરતો રહ્યો છે. તેણે ફક્ત જરૂરી વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ ફિટનેસ પર સખત મહેનત કરી હતી. હવે આ 22 વર્ષનો યુવા બેટ્સમેન IPLમાં પૂરા આત્મવિશ્વાસ સાથે તરખાટ મચાવી રહ્યો છે. રિયાન પરાગ ને ઓળખતા તેની ટીમના સાથી પણ કહી રહ્યા છે કે આ તેનું વર્ઝન 2.0 છે. ટીમ મેનેજમેન્ટે રિયાન પરાગને તેના ખરાબ સમયમાં સતત સાથ આપ્યો હતો. હવે ચોથા નંબર પર પ્રમોશન મળ્યા બાદ તે ટીમને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપી રહ્યો છે.

 

પિતાના આ શબ્દોએ રિયાનને વધુ બદલી નાખ્યો

પરાગ દાસને દોઢ મહિના પહેલા તેના પુત્ર સાથે થોડા દિવસો માટે બેંગલુરુ જવું પડ્યું હતું. આ નાની મુલાકાત દરમિયાન પરાગ દાસે દિકરા રિયાન પરાગને પ્રોત્સાહિત કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો. જેઓ નેશનલ ક્રિકેટ એકેડમી માં પુનર્વસન હેઠળ હતા. પરિવાર માટે તે ચિંતાજનક સમય હતો કારણ કે ખભાની ઈજાને કારણે રેયાનને ઘરેલું સિઝનનો મોટો ભાગ ચૂકી ગયો હતો અને તે IPL માટે પણ સંપુર્ણ તૈયાર નહોતો. આવી સ્થિતિમાં પોતાના જમાનાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહેલા પરાગદાસે પોતાના પુત્રને ગુમાવેલો આત્મવિશ્વાસ આપ્યો હતો.

આ પણ વાંચોઃ કોહલી પાસે છે ઓરેન્જ કેપ, છતાંય જુઓ RCBના કેવાં હાલ? ગુજરાત ટાઇટન્સ પાસે પણ આજે ટોપ 5માં આવવાનો મોકો

ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે પસંદગી

2019માં રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું ત્યારથી રિયાનનો મોટાભાગે ફિનિશર તરીકે ઉપયોગ થતો હતો અને કેટલીક યાદગાર સિઝન પછી ટીમ મેનેજમેન્ટે આખરે યુવા ખેલાડીને એવી સ્થિતિમાં તક આપી કે જ્યાં તે સ્થાનિક ક્રિકેટમાં રન બનાવવાનું ચાલુ રાખી શકે. રિયાન પરાગની માતા પણ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સ્વિમર છે. તેના માતા-પિતા બંને આંતરરાષ્ટ્રીય ખેલાડી હોવાથી તેને ઘરમાં સારું વાતાવરણ મળ્યું હતું. રાજસ્થાન રોયલ્સના સહાયક કોચ શેન બોન્ડે તેની સરખામણી યુવા સૂર્યકુમાર યાદવ સાથે કરવાનું શરૂ કર્યું છે. મે મહિનામાં IPL સમાપ્ત થાય ત્યાં સુધીમાં રિયાન પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ થવાની નજીક હોઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ