બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતમાં બારે'ય મેઘ ખાંગા!, રસ્તા બન્યા સ્વિમિંગપુલ, નીચાણવાળા વિસ્તાર જળમગ્ન, 'સૂરત' બગડી

જામ્યો ચોમાસુ / સુરતમાં બારે'ય મેઘ ખાંગા!, રસ્તા બન્યા સ્વિમિંગપુલ, નીચાણવાળા વિસ્તાર જળમગ્ન, 'સૂરત' બગડી

Last Updated: 06:42 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ જાણે સ્વિમિંગપુલ બની ગયા

સુરતમાં જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વડ્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ જાણે સ્વિમિંગપુલ બની ગયા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી.

સુરતમાં જળબંબાકારની સ્થિતિ

સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. 12 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ પડ્યો. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી.

શહેરના રસ્તા સ્વિમિંગપુલ બન્યા

સુરતના ડભોલી ચાર રસ્તાથી સિંગણપોર ચાર રસ્તા સુધી જોરદાર વરસાદ છે.. જેમાં જોઈ શકાય છે કે, શહેરના રસ્તા સ્વિમિંગપુલ બની ગયા છે. કમર સુધી પાણી ભરાઈ ગયાં છે. બાળકો તેમાં નાહવાની મજા માણી રહ્યા છે. જોકે સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. તો પાણીના નીકાલ માટે જેસીબીનો સહારો લેવો પડ્યો. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે ખોરાઈ ચૂક્યો છે. મોડી રાતથી વરસાદી માહોલના કારણે સુરતના દરેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. જ્યાં પણ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બંને તરફના રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન-વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સુરતના રસ્તા નદી બની ગયા હોય તેવો આભાસ થઈ રહ્યો છે..

7 ઈંચ વરસાદથી સુરતની 'સૂરત' બગડી

અરંડાનંદ કોલેજ વિસ્તારમાં જ વરસાદી પાણીમાં બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો નાહવાની મજા માણતા પણ જોવા મળ્યા હતાં. રસ્તા પર પાણી ભરાતા વાહન-વ્યવહાર ખોરવાયો હતો. છતાં અહીં લોકોમાં ખુશી જોવા મળી. શહેરના વેડરોડ અને ડભોલી ગામમાં પણ કમર સુધી વરસાદી પાણી રસ્તા પર ભરાયા હતા. જેના કારણે રસ્તા પર હોળી લઈને નીકળતા જોવા મળ્યા. તો બાળકો પણ આ વરસાદી મહેરમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા. શહેરના કામરેજ તેમજ ખોલવાડ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં 7 કરોડના ખર્ચે બનાવેલી ડ્રેનેજ લાઇન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ. જોકે ખોલવાડ નેશનલ હાઈવે પર પાણી ભરાવાની આ સમસ્યા વર્ષોથી છે. જેના કારણે વાહનચાલકોને પણ દર વર્ષે મુશ્કેલીઓ વેઠવી પડે છે..

જળબંબાકારથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે બારડોલી-કામરેજ નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. આ તરફ બારડોલીના એમ.એન.પાર્ક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.. સોસાયટીમાં ઘૂટણસમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.. જોકે આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 190 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 6 ઈંચ, તમારા વિસ્તારમાં કેટલો, એક ક્લિકમાં જાણો

શહેરના અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં

ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે.. બારડોલીની ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે જૂના કિંકવાડ, ઉતારા, વધાવા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આમ સુરત શહેરમાં અવિરત મેઘમહેર વરસીદ રહી છે અને હજૂ પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.. જેના પગલે તંત્ર પણ સાવધાન બની ગયું છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Rain Update Surat Rain Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ