બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વરસાદી માહોલમાં છે વીજળીનો ભય? તો બચાવશે આ સરકારી એપ્સ, આજે જ કરી લો ડાઉનલોડ

ટેક્નોલોજી / વરસાદી માહોલમાં છે વીજળીનો ભય? તો બચાવશે આ સરકારી એપ્સ, આજે જ કરી લો ડાઉનલોડ

Last Updated: 02:05 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવી મોબાઈલ ફોન એપ્સ આવી ગઈ છે જે હવામાનની આગાહી આપે છે. આ એપ્સને ડાઉનલોડ કરીને તમે હવામાનની આગાહી જાણી શકો છો અને કેટલીક એપ એવી છે કે જે સંબંધિત સ્થળના 20 કિમીની ત્રિજ્યામાં વીજળી પડવાની ચેતવણી 30 થી 40 મિનિટ અગાઉ ઓડિયો અને મેસેજ દ્વારા આપે છે.

ભારતના તમામ રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે અને ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના દિવસોમાં વીજળી પડવી એ એક સામાન્ય ઘટના છે જે ગમે ત્યાં થાય છે. વરસાદ પડતો હોય ત્યારે મોબાઈલ ફોન પર વાત કરવી એ પણ પોતાના મૃત્યુને આમંત્રણ આપવા જેવું કામ છે. વીજળીની ઝપેટમાં સૌથી વધુ ખેતરોમાં કામ કરતા લોકો, ઝાડ નીચે ઉભા રહેતા લોકો, ખુલ્લામાં ફરતા લોકો કે તળાવમાં ન્હાતા લોકો આવી જાય છે. આ કારણોસર, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ભારતીય નાગરિકોને સાવચેત અને સાવધ રહેવા માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે, જેને અનુસરીને તેઓ વીજળી પડવાની ઘટનાઓથી બચી શકે છે. એટલું જ નહીં, હવે એવી ઘણી મોબાઈલ ફોન એપ્સ આવી ગઈ છે જે વીજળીની ઘટનાઓથી બચાવી શકે છે. આજે જાણીએ કે આપણે વીજળીથી પોતાને કેવી રીતે બચાવી શકીએ.

વીજળી શા માટે પડે છે?

આકાશમાં બનેલા વાદળોમાં પાણીના નાના કણો હોય છે. જ્યારે હવા અને આ કણો વચ્ચે ઘર્ષણ થાય છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રિકલ ચાર્જ થઈ જાય છે. આમાંના કેટલાક વાદળો પોઝિટીવ રીતે ચાર્જ કરેલા છે અને કેટલાક નેગેટીવ ચાર્જ. જયારે પોઝિટીવ અને નેગેટીવ ચાર્જ વાદળો એકબીજા સાથે અથડાય છે, ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે. જો કે, સામાન્ય રીતે આ વીજળી માત્ર વાદળોમાં જ અથડાતી રહે છે, પરંતુ કેટલીકવાર તે એટલી તીવ્ર હોય છે કે તે ધરતી સુધી પહોંચી જાય છે.

lightning-2

કેટલી ખતરનાક હોય છે વીજળી પડવાની ઘટનાઓ

ભારતમાં વીજળી પડવાથી દર વર્ષે હજારો મૃત્યુ થાય છે. સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં વીજળી પડવાને કારણે દર વર્ષે 2500 થી વધુ લોકો મૃત્યુ પામે છે. આપણા દેશમાં વીજળી પડવાની લગભગ 96 ટકા ઘટનાઓ ગ્રામીણ વિસ્તારોમાં બને છે. NCRB એટલે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડિસેમ્બર 2023ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં દેશમાં કુદરતી કારણોને લીધે થયેલા અચાનક મૃત્યુમાંથી 35.8 ટકા વીજળી પડવાને કારણે છે.

લાઈટનિંગ પ્રોટેક્શન મોબાઈલ એપ

હવે માર્કેટમાં એકથી વધુ ટેક્નોલોજી આવી ચુકી છે જેની મદદથી કુદરતી ઘટનાઓથી થતા નુકસાનને ટાળી શકાય છે. તેવી જ રીતે હવે આવી મોબાઈલ ફોન એપ્સ પણ આવી ગઈ છે જે હવામાનની આગાહી આપે છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે જેને ડાઉનલોડ કરીને તમે હવામાનની આગાહી જાણી શકો છો અને વરસાદ દરમિયાન પોતાને સુરક્ષિત રાખી શકો છો.

PROMOTIONAL 12

મેઘદૂત એપ

ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા માટે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત મેઘદૂત એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા હવામાનની આગાહી જેવી કે તાપમાન, વરસાદની સ્થિતિ, પવનની ગતિ કે દિશા વિશે સચોટ માહિતી મળે છે. ખેડૂતોને તેમના પાકને ક્યારે સિંચાઈ આપવી, તેમના પાકમાં દવા ક્યારે નાખવી વગેરેની માહિતી પણ મળે છે.

વધુ વાંચો: ચોમાસામાં તમારી કારમાં જો વરસાદનું પાણી ઘૂસી જાય, તો અપનાવો આ સરળ ટિપ્સ, રહેશો ફાયદામાં

દામિની એપ

આ મોબાઈલ એપની મદદથી 20 થી 31 કિલોમીટરની ત્રિજ્યામાં વીજળી પડવાની આગાહી મળી જાય છે. આ મોબાઈલ એપ દ્વારા સંબંધિત સ્થળના 20 કિમીની ત્રિજ્યામાં વીજળી પડવાની ચેતવણી 30 થી 40 મિનિટ અગાઉ ઓડિયો અને મેસેજ દ્વારા મળી જાય છે. આનાથી જીવ અને પ્રાણીઓના નુકશાનને મહદઅંશે રોકી શકાય છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology Lightning Safety Tips Monsoon Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ