બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગ્લેશિયર, ભયંકર વરસાદ.., જેવાં સંકેતો કેદારનાથ સહિત અન્ય ઘાટી માટે બની શકે છે જોખમકારક, જાણો કેમ

ઉત્તરાખંડમાં સંકટ / ગ્લેશિયર, ભયંકર વરસાદ.., જેવાં સંકેતો કેદારનાથ સહિત અન્ય ઘાટી માટે બની શકે છે જોખમકારક, જાણો કેમ

Last Updated: 01:55 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. વરસાદની સિઝનમાં ઉત્તરાખંડમાં આવેલ તળાવો ફાટી શકે છે. ત્યારે આ તળાવોને લઈને સરકાર દ્વારા સ્ટડી કરવામાં આવી રહી છે.

કેદારનાથ મંદિરની પર આવેલ સુમેરુ પર્વતના પહાડો પર હિમસ્ખલન થયો હતો. જે ગયા વર્ષે પણ થયો હતો. જો કે, હિમસ્ખલન દર વર્ષે થાય છે. જો કે આ વર્ષે પાણીની જગ્યાએ પહાડ પર પડતા બરફના સ્વરૂપમાં આપત્તિ આવી શકે છે. માત્ર કેદારનાથ ઘાટી જ નહીં પણ એવા ઘણા સ્થળો છે જે જોખમકારક છે.

ઉત્તરાખંડ સરકારી ઉંચાઈ પર આવેલ 13 ગ્લેશિયર લેક્સની સ્ટડી કરાવી રહી છે. જેથી આવનાર જોખમની સામે તૈયારીઓ કરી શકાય. તળાવ તૂટવા અથવા ફાટવાથી નીચલા વિસ્તારમાં આપત્તિ આવી શકે છે. ઉત્તરાખંડમાં એવા ઘણા ગ્લેશિયર લેક્સ છે જે સંવેદનશીલ છે. આ તળાવ ગમે ત્યારે તૂટી કે ફાટી શકે છે.

તેના કારણે ગ્લેશિયર લેક્સ આઉટબર્સ્ટ ફ્લડ આવવાનું જોખમ રહેલું છે. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે 13 ગ્લેશિયર લેક્સની સ્ટડી કરવાના છે તેમાંથી 5 હાઈ રિસ્ક ઝોનમાં છે. તેમાંથી પીઠોરાગઢ જિલ્લાના ડર્મા, લસારીંગઘાટી, કુટિયાંગટી ઘાટી અને ચમોલી જેવા જિલ્લાના ધૌલી ગંગા બેસિનમાં આવેલ વસુંધરા તળાવ હાઈ રિસ્કમાં છે. આ તળાવ 0.02થી 0.50 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં છે.

વધુ વાંચોઃ- પહેલા દિવસે નવા ફોજદારી કાયદા હેઠળ આ રાજ્યોમાં નોંધાયા કેસ, કેટલાક રાજ્યોમાં પોલીસને આપવામાં આવી ટ્રેનિંગ

હિમાચલ પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે

ભારતીય હવામાન વિભાગ (IMD) ચેતવણી જાહેર કરી છે. જેના અનુસાર જુલાઈ મહિનામાં પશ્ચિમી હિમાલયમાં ભારે વરસાદની સંભાવના છે. જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં આવેલી નદીઓમાં જળ સ્તર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ હિમાલયના નીચલા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. અહીં વાદળો ફાટી શકે છે. અને અતિભારે વરસાદ આવી શકે છે. ભુસ્ખલન અને ફ્લેશ ફ્લડ જેવી જીવલેણ ઘટનાઓ થઈ શકે છે.

13 હજાર ફૂટથી વધુની ઊંચાઈ પર જોખમી તળાવો

આટલું જ નહીં, આ તમામ ગ્લેશિયર લેક્સ 4000 મીટરથી વધુ એટલે કે 13,123 ફૂટની ઉંચાઈ પર છે. તેમજ આ સ્ટડી જુલાઈના પહેલા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. તેનાથી ગ્લેશિયલર લેક્સની યોગ્ય ઉંચાઈ, ઊંડાઈ, આકાર અને જોખમનો અંદાજ લગાવી શકાશે. આ તળાવની સ્ટડી કરવી પણ જોખમકારક કામ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath News glacial lake heavy rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ