બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google Drive પર લેખકને થયું મોટું નુકસાન, મહત્વનો ડેટા થઇ ગયો ડિલીટ, શું તે સુરક્ષિત નથી?

એલર્ટ! / Google Drive પર લેખકને થયું મોટું નુકસાન, મહત્વનો ડેટા થઇ ગયો ડિલીટ, શું તે સુરક્ષિત નથી?

Last Updated: 11:17 AM, 12 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ કઈં લખીને તેને સેવ કરવા માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. એક લેખકે નોવેલ માટે ગૂગલ ડ્રાઇવ પર 2 લાખથી વધુ શબ્દો લખ્યા હતા પરંતુ અચાનક તેને ડ્રાઈવના ઍક્સેસ ગુમાવી દીધા હતા.

આખી દુનિયામાં લગભગ લોકો ગૂગલનો ઉપયોગ કરે છે અને ગૂગલ તેના યુઝર્સને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. આ સુવિધાઓમાંથી એક છે ગૂગલ ડ્રાઇવ..લોકો ગૂગલ ડ્રાઈવ પર ઘણા ડોક્યુમેન્ટ્સ બનાવીને એમના કામની વસ્તુઓ કે એમના વિચારો સેવ કરી શકે છે. હવે વિચારો કે કોઈ લેખકે એમના વિચારો ગૂગલ ડ્રાઇવ પર સેવ કર્યા અને એ લેખક ડ્રાઇવના ઍક્સેસ ગુમાવી દે તો..?

drive

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કે રેની, એક અમેરિકન લેખિકાએ Google ડ્રાઇવની ઍક્સેસ ગુમાવી દીધી. લેખકની ગૂગલ ડ્રાઇવ પર 2 લાખથી વધુ શબ્દો હાજર હતા પરંતુ ઍક્સેસ ગુમાવ્યા પછી, તેણે 222000 શબ્દો ગુમાવ્યા. Google એ લેખકના કન્ટેન્ટને અયોગ્ય જાહેર કર્યું હતું. રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન લેખકના કન્ટેન્ટને 24 માર્ચ, 2024 ના રોજ ગૂગલ દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવ્યું હતું. ગૂગલના આ પગલા પછી લેખકે ડ્રાઇવ ઍક્સેસ ગુમાવી દીધી હતી.

drive 1

રિપોર્ટ્સમાં વધુમાં કહેવાયું છે કે કે રેની એક સાથે 10 કામો પર કામ કરી રહ્યા હતા. પરંતુ ઍક્સેસ ગુમાવ્યા પછી, તેઓએ 222,000 શબ્દો ગુમાવ્યા. લેખકે આ શબ્દોને અલગ અલગ ફાઈલો અને ફોલ્ડરમાં રાખ્યા હતા. ગૂગલની કાર્યવાહી બાદ તેના શબ્દોને ફ્રીઝ કરી દીધા હતા. આવી સ્થિતિમાં, તેઓ ફોન અને ટેબ્લેટથી તેમની સામગ્રીને ઍક્સેસ કરવામાં સક્ષમ ન હતા. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલે ક્યારેય લેખકને કહ્યું નથી કે તેણે પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

Google ડ્રાઇવ નજીકથી નજર રાખે છે

Google ડ્રાઇવની શરતો કોઈપણ હિંસા અથવા બાળ જાતીય થીમ્સને પ્રતિબંધિત કરે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, જો કોઈ યુઝરને લાગે છે કે તેનું કન્ટેન્ટ સાચું છે તો તે તેના માટે અપીલ અથવા વિનંતી કરી શકે છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે Google પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી પર નજીકથી નજર રાખે છે. તે પણ ઓળખે છે કે શું સાચું છે અને શું ખોટું.

વધુ વાંચોઃ WhatsApp Scam: વોટ્સએપ પર થતા સ્કેમથી બચવું છે? તો આજે જ નોંધી લો આ મહત્વનાં સૂચનો

હવે પ્રશ્ન એ થાય કે શું Google ડ્રાઇવ પર ડેટા સુરક્ષિત છે? ગૂગલ ડ્રાઇવ પર આ પ્રકારની સમસ્યા પહેલા પણ બની છે. આવી સ્થિતિમાં, યુઝર્સે કોઈપણ એક ક્લાઉડ સ્ટોરેજ પર નિર્ભર ન રહેવું જોઈએ. જો તમારી બધી મહત્વપૂર્ણ ફાઈલો એક જગ્યાએ રહે છે તો ભવિષ્યમાં તમારી સાથે પણ આવું થઈ શકે છે. યુઝર્સ કોઈપણ સમયે તેમનો મહત્વપૂર્ણ ડેટા ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં, તમારે એક નહીં વધુ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

ગૂગલ ડ્રાઇવ Locked Out of Google Drive Google Drive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ