બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતની જીત બાદ દેશમાં દિવાળી, રસ્તાઓ પર લોકો નાચ્યા, કરી જોરદાર આતશબાજી, જુઓ વીડિયો

T20 World Cup / ભારતની જીત બાદ દેશમાં દિવાળી, રસ્તાઓ પર લોકો નાચ્યા, કરી જોરદાર આતશબાજી, જુઓ વીડિયો

Last Updated: 08:06 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ પોતાના નામે કરી દીધો છે. લગભગ 17 વર્ષના લાંબા ગાળા બાદ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારે આ જીત બાદ સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકો આ જીતની ઉજવણીમાં ડૂબી ગયા છે.

ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ સાથે ભારત ફરી એકવાર ક્રિકેટનું વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. 2007માં પહેલીવાર એમએસ ધોનીની ટીમે આ ફોર્મેટમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારે 17 વર્ષના લાંબા સમયગાળા પછી, ભારતે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ફરી એકવાર ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીતી લીધો. ત્યારે ભારતની આ જીત બાદ સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકો આ જીતની ઉજવણીમાં ડૂબેલા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા છે.

ભારતે બીજી વખતે T20 વર્લ્ડ કપ જીત્યો તેની ઉજવણી દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડીને કરવામાં આવી. લોકો હાથમાં ત્રિરંગો લઈને ભારત માતાનો જયજયકાર કરતા જોવા મળ્યા. તો કેરળમાં ટીમ ઈન્ડિયાના ચાહકો ભારતની જીતની ઉજવણીમાં નાચી રહ્યા છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે.

મહારાષ્ટ્રના પૂણેમાં પણ ભારતની જીત બાદ આખું શહેર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને લોકો જીતનો જશ્ન મનાવી રહ્યા હતા.

તેલંગાણામાં પણ ટીમ ઈન્ડિયાની જીતની ખુશી લોકોમાં જોવા મળી હતી અને તેઓએ મોડી રાત સુધી રસ્તાઓ પર ઉજવણી કરી હતી.

મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીય પણ ફાઈનલમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં ઉજવણીમાં ભાગ લીધો હતો. વિજયવર્ગીયએ ઉજવણીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ કર્ણાટકમાં પણ લોકોએ જોરશોરથી ઉજવણી કરી હતી.

ટીમને અભિનંદન આપતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "વર્લ્ડ કપ ચેમ્પિયન 2024. મારા ધબકારા વધુ ગયા હતા. શાંતચિત થઈને, આત્મવિશ્વાસ જાળવી રાખીને શાનદાર પ્રદર્શન કર્યું. દેશના અને વિશ્વભરના તમામ ભારતીયો તરફથી વિશ્વ કપ ઘરે લાવવા માટે અભિનંદન. જન્મદિવસની અદ્ભુત ભેટ માટે આભાર."

વધુ વાંચો: કોહલી બાદ રોહિત શર્માએ પણ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત

અમે બધા ખરેખર તેને જીતવા માગતા હતા - રોહિત શર્મા

T20 વર્લ્ડ કપ જીતવા પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે છેલ્લા 3-4 વર્ષમાં અમે જે પણ કર્યું છે તેનો સારાંશ આપવો ખૂબ જ મુશ્કેલ છે. અમે એક ટીમ તરીકે ખૂબ મહેનત કરીએ છીએ. અમે એક સાથે ઊભા રહ્યા અને અમે બધા ખેલાડીઓ, અમે બધા ખરેખર તેને જીતવા માગતા હતા. મને છોકરાઓના આ ગ્રુપ પર ખૂબ ગર્વ છે જેમણે અમને રમવાની અને અમે ઈચ્છીએ તે રીતે ચલાવવાની સ્વતંત્રતા આપી. અને આનો શ્રેય પણ મેનેજમેન્ટને જવો જોઈએ. વિરાટના ફોર્મ પર કોઈને શંકા નહોતી. આપણે જાણીએ છીએ કે તેની પાસે કઈ ગુણવત્તા છે. ભારતના તમામ લોકો માટે, આ મોડી રાત છે, પરંતુ મને ખાતરી છે કે તેઓ બધા તેને જોવા માટે રાહ જોતા હશે. અમારી જેમ તેઓ પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup Victory Celebration India won T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ