બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતી કાલે CR પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક, થઇ શકે છે કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ

ગાંધીનગર / આવતી કાલે CR પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક, થઇ શકે છે કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ

Last Updated: 12:49 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપના કાર્યકારી પ્રમુખ નિયુક્તિ થઈ શકે છે. આવતીકાલથી બોટાદમાં બે દિવસીય કારોબારી બેઠક થશે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ ખાસ હાજરી આપશે.

ગાંધીનગર: આવતીકાલથી ભાજપ પ્રદેશની બે દિવસની કારોબારી બેઠક બોટાદમાં મળશે. જો કે, તે અગાઉ જ સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, સી આર પાટીલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તેમજ તેઓ હવે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પણ બની ગયા છે. જેથી તેમની જગ્યાએ કોઈ નવા નેતાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી અપાશે. ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે કયા નેતાને નિયુક્તિ કરવામાં આવશે એ અંગે સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જો કે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

સૌરાષ્ટ્રાના બોટાદમાં પુરુષોતમ મંદિરમાં 4 જૂલાઈએ એટલે કે, ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂ થશે. જે બીજા દિવસ સુધી એટલે કે 5 જુલાઈ સુધી ચાલશે. આમ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી કારોબારી બેઠક ચાલશે. મોટાભાગના નેતાઓ શુક્રવારે રાત્રિ રોકાણ પણ મંદિરમાં જ કરશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.

PROMOTIONAL 12

કારોબારીની બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તેને પસાર કરાશે. તેમજ રાજકીય ચર્ચા વિચારણા કરાશે. ગુજરાતમાં ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યક્રમો યોજવા તેની ચર્ચા પણ થશે. આ બેઠકમાં ભાજપ સંગઠનના વિવિધ પદાધિકારીઓ પણ હાજર રહીને પોતાના મંતવ્યો રજૂ કરશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે હેટ્રીક ન થઈ અને એક બેઠક કેમ ગુમાવવી પડી તેનું પોસ્ટમોર્ટમ પણ કરાશે.

વધુ વાંચો: ગુજરાતમાં એકસાથે 30 મામલતદારની બદલીના આદેશ, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ

સાથોસાથ ભાજપમાં એક નિયમ એવો છે કે, એક વ્યક્તિ એક હોદ્દો. પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પાસે જ અત્યારે બે હોદ્દા છે. એક પ્રમુખનો અને બીજા કેન્દ્રીય મંત્રીનો. તો આગામી સમયમાં પાટીલ પાસેથી પણ એક હોદ્દો લઈ લેવાશે એ નક્કી છે. જેથી એવી ચર્ચા ચાલી રહી છે કે, જો નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં થોડો સમય લાગશે તો તેવી સ્થિતિમાં ગુજરાત ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ અન્ય નેતાને જવાબદારી પણ સોંપાઈ શકે છે. આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat BJP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ