બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું 'આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ'

શિક્ષણ / ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું 'આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ'

Last Updated: 11:08 AM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી છે.

ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ડાંગથી થઈ ચુકી છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મહત્ત્વનું છે કે આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી, શિક્ષણક્રાંતિની આ સફરથી અસંખ્ય બાળકો અને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. ગુજરાત મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી કે "માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલ શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી બાળકોનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરવા અવિરત ઉજવાતા શિક્ષણના આ મહાયજ્ઞના 21મા તબક્કાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજથી થશે રાજ્યવ્યાપી પ્રારંભ."

સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ઘોડદોડ રોડ પરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી.

શાળા પ્રવેશોત્સને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે "ગુજરાતમાં દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજથી રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો થશે શુભારંભ અને ઉજવણી થશે ઉલ્લાસમય શિક્ષણની." 'ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ'ના વિષય સાથે આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરીને શરૂઆત કરી છે.

વધુ વાંચો: આજે ગુજરાતના 102 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ તમારા જીલ્લામાં કેટલો ખાબક્યો

મુખ્યમંત્રી 27 જૂને છોટાઉદેપુરમાં અને 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન થશે. જેમાં બાલવાટિકામાં 11.73 લાખ, ધોરણ-1માં 3.62 લાખ, ધોરણ-8-9 માં 10.35 લાખ અને ધોરણ-10-11માં 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Education Shala Praveshotsav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ